Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

આગામી વિધાનસભાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખી આઇપીએસ, જીપીએસ બઢતી બદલીનો તખ્તો ઘડાઈ રહ્યો છે....

કોરોના કેસમાં ઘટાડો,આઇપીએસ અને જીપીએસ અધિકારીઓનો હવે ઉધ્ધાર થાય તેવા દિવસો બહુ દૂર નથી : મહત્વના ખાલી સ્થાન ભરાશે,કાયદો વ્યવસ્થા સહિતની બાબતો 'આપ' પક્ષ દ્વારા ઊજાગર થાય તેના તોડ તરીકે સાઈડ પોસ્ટીંગવાળા ફિલ્ડ માર્શલ જેવા અફસરોને બહાર કાઢવા સૂચન

રાજકોટ તા.૪, કોરોના મહામારી હળવી થતાં ગાંધીનગરના તંત્ર વાહકો દ્વારા નિરાંતનો શ્વાસ લેવા સાથે  લાંબા સમયથી પેન્ડિંગ આઇએએસ,આઇપીએસ અને જીપીએસ બઢતી બદલીની કાર્યવાહી આગળ વધારવાનો નિર્ણય કરવા સાથે સહુથી પેચીદા જિલ્લા પોલીસવડાના બઢતી અને ખાસ કરીને તેમાં પોષ્ટીઞ બાબતે આવતા વર્ષની વિધાનસભા ચૂંટણીને કેન્દ્રમાં રાખી મનોમંથ શરૂ કર્યું છે.                 

અત્રે યાદ રહે કે ૨૦૦૭ બેચના ૧૩ આઇપીએસ કે જેમાં જામનગર એસપી દીપેન ભદ્રંન,ખેડા એસપી દિવ્ય મિશ્રા, સીઆઈડી ક્રાઇમ ઇકોનોમિક સેલના એસપી સૌરભ તોલમ્બિયા,અમદાવાદ ડીસીપી મકરંદ ચૌહાણ સહિત ૧૩ એસપી સાથે અડધો ડઝન ડાયરેકટ આઇપીએસને એસપી તરીકે  નિમણૂક આપવા માટે છ માસથી વિશેષ સમય વીતી ગયો છે. ડીવાયએસપી લેવલે પણ ૨ ડઝન અધિકારીઓ વિના વાંકે બઢતીથી વંચિત છે.       

આજ રીતે પીઆઇ અને પીએસઆઈ લેવલે પણ બઢતીથી વંચિત છે, ૩ વર્ષને બદલે ઘણા પીઆઇ અને પીએસઆઈ ૫ વર્ષથી વધુ એક જ જિલ્લા અને શહેરમાં છે. તેમની વિગતો પણ ડીજી ઓફિસ  દ્વારા તુરત માગવામાં આવનાર છે.      

સિનિયર આઇપીએસ લેવલે વાત કરીએ તો ઘણા મહત્વના સ્થાનો જેવા કે એસીબી વડાં, માનવ અધિકાર, સ્ટેટ મોનીટરીંગ સેલ, એસટી.એસસી સેલ વડા સહિત સંખ્યાબંધ ખાલી સ્થાન ભરવા માટે સિનિયર લેવલે ફેરફાર માટે અમુક ચોક્કસ સ્થળ માટે પેચ ફસ્યો છે. આ બધી કવાયત હવે સ્પીડી બનાવવા સંકેત અપાઇ ગયા છે,

ઉકત તમામ બાબતોમાં વિધાનસભા ચૂંટણી અને સંભવિત રાજકીય પડકાર વિગેરે બાબતો ધ્યાને લઇ પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રીના વિશ્વાસુ કે.કે. અર્થાત્ કૈલાસનાથનજીની ભૂમિકા ગૃહ મંત્રી પ્રદીપ્ સિહ જેમ મહત્વની રહેશે. એક અભિપ્રાય એવો છે કે કાયદો વ્યવસ્થાનો મુદ્દો ચૂંટણીમાં બહુ ન  ચર્ચાઈ તે માટે ફિલ્ડ માટે ફિટ છતાં ચોક્ક્સ બાબતે બાંધ છોડ ન કરતા સાઈડ પોસ્ટીંગવાળા અફસરોને મેદાને ઉતારવા જોઈએ.

(3:36 pm IST)