Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજ્યના સરકારી વાહનો બેના બદલે અઢી લાખ કિ.મી. ચાલે પછી નહિ વપરાય

રાજકોટઃ. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે સરકાર હસ્તકના તમામ ફોર વ્હીલર્સ માટે પરિપત્ર બહાર પાડયો છે. અત્યાર સુધી વાહન બે લાખ કિ.મી. ચાલે પછી વપરાશમાંથી હટાવી ભંગારમાં મોકલાતા અથવા હરરાજીની કાર્યવાહી થતી હતી તે નિયમ હવે અઢી લાખ કિ.મી.નો કરવામાં આવ્યો છે. વાહન ૧૦ વર્ષ જુનુ થાય અથવા અઢી લાખ કિ.મી. ચાલી જાય પછી જ તેનો ઉપયોગ બંધ કરાશે. વાહનોના ટાયર દર ૩૦ હજાર કિ.મી. પછી બદલાતા તેમા વધારો કરી ૪૦ હજાર કિ.મી.ની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

(4:04 pm IST)