Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

હિંમતનગર માર્કેટયાર્ડમાં અનાજના દલાલ સાથે હાથાપાઈ કરી 33 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

હિંમતનગર:માર્કેટ યાર્ડમાં અનાજની દલાલી કરતા એક વેપારી પાસેથી મહિના અગાઉ ડીસાઅમદાવાદકડી અને મહેસાણાના અનાજના વેપારીઓએ અંદાજે રૃા.૩૩ લાખથી વધુની મકાઈ ખરીધ્યા બાદ પૈસાની ઉઘરાણી કરવા છતાં તે ચુકવીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરીયાદ બુધવારે હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી.

અંગે હિંમતનગર માર્કેટયાર્ડમાં અનાજની દલાલી કરતા મોહમદહુસેન ગુલાબનબી પાંચભૈયાએ ફરીયાદમાં જણાવાયા મુજબ ગત તા.૨૪ એપ્રિલના રોજ તેમના પર મકાઈ ખરીદવાનો અને વેચવાનો વ્યવસાય કરતા કેટલાક વેપારીઓના ફોન આવ્યા હતાં. ત્યારબાદ ભાવતાલ નક્કી થયા પછી હિંમતનગરના અનાજના દલાલ પાસેથી કડીઅમદાવાદમહેસાણાડીસાના વેપારીઓએ મકાઈ મંગાવી હતી. ત્યારબાદ તમામે મહેસાણાના હબ ગોલ્ડન સ્ક્વેરની સામે આવે સાકેત બિઝનેશના ગોડાઉનમાં મકાઈનો આ જથ્થો હિંમતનગરથી મંગાવી ગોડાઉન ખાતે ખાલી કરાવી દીધો હતો. જેમાં સંડોવાયેલા શખ્સો ગાયત્રી ગૃહ ઉદ્યોગના નામે ધંધો કરે છે.

 

(5:37 pm IST)