Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

બાયડ તાલુકાના સાઠંબા નજીક સરકારી શાળામાંથી આંઠ સીલિંગ ફેનની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી

બાયડ:તાલુકાના સાઠંબા ખાતે ચાર દિવસ પહેલા ચોરી થતા હજુ  કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે બાયડની શિવમ સોસાયટીમાં ચોરી થતા પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી છે. ત્યારે આજે  બાયડ તાલુકાના ધી સાઠંબા વિવિધ કાર્યકારી સહકારી વિધ્યા મંદિર પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં આઠ સિલીંગ ફેનની ચોરી થઇ હતી.

વિપુલભાઈ જશુભાઈ પટેલ (રહે.દોલપુરા) ફરીયાદ અનુંસાર તા.--૨૦૨૧ ના સુમારે સવારે -૦૦ વાગ્યાના રોજ શાળામાં સાફ - સફાઈ કરતા હતા ત્યારે માધ્યમિક શાળામાં તેમજ  પ્રાથમિક શાળાના ત્રણ રૂમ તેમજ માધ્યમિક શાળના એક રૂમન તાળુ તુટેલું હતુ. જેમાંથી આઠ સિલીંગ ફેન કોઈ  ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. 

રૂમોની અંદર પ્રવેશી જોતા કુલ આઠ સિલીંગ ફેન ચોરી થઈ ગયા હતા. જેમાં માધ્યમિક શાળા રૂમ નં. માં બે પંખા તથા પ્રાથમિક શાળાના રૂમ નં. ૧૪૧૫તથા ૧૮ માં બે-બે પંખાની ચોરી થયેલ હતી. શાળામાં લગાવેલ સી.સી.ટી.વી. ફુટેજ જોતા તા.૨૨--૨૦૨૧ ના સુમારે અંદાજીત પાંચ થી ની વચ્ચે એક શખ્સ  પંખા ઉતારીને ચોરી કરી ગયો હતો. મુદ્દામાલ પંખાની કિંમત ૫૬૦૦ ચોર ઈસમ ચોરી કરી ગયા હતા. સાઠંબા પોલીસે વિપુલભાઈ જશુભાઈ પટેલ (રહે.દોલપુરા) ફરીયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:39 pm IST)