Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સસ્તું સોનુ આપવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર ગેંગની મહિલા સહીત બે શખ્સોને એલ.સી.બી.એ ઝડપી પાડયા

અમદાવાદ: શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓ પાસે ખરીદીને બહાને જઈ જમીનમાંથી મળેલું સોનુ વેચવાનું છે કહીને છેતરપિંડી કરતી બાવકી ગેંગની મહિલા સહિત બે શખ્સોને એલ.સી.બી. ઝડપી લીધા હતા. પોલીસે સાણંદ પોલીસમાં નોંધાયેલા .૩૦ લાખની છેતરપિંડીનો ગુનો ઉકેલી આપૃરોપીઓ પાસેથી રૃ.૨૦,૯૯૬ નો મુદ્દામાલ કબજે કર્યો હતો

અમદાવાદ ગ્રામય પોલીસની એલ.સી.બી. કેસમાં સરદારનગરમાં રહેતા સંજય ઉર્ફે કાલુ કે.ભીલ(૨૬) અને જુના વાડજમાં રહેતી મીરાબહેન જી.રાઠોડ(૫૫)ની અટક કરી હતી. બાવળામાં કપડાની દુકાન ધરાવતા અર્જુનકુનાર એચ.મારવાડી પાસે આરોપીઓ ગ્રાહકના સ્વાંગમાં પહોંચ્યા હતા. કપડાની ખરીદીને બહાને વેપારીને વિશ્વાસમાં લઈને મજુરી કામ કરતા જમીનમાંથી ચાંદીનો સિક્કો મળ્યો છે કહીને વેપારીને વટાવવા આપ્યો હતો. બાદમાં વેપારીનો ફોન નંબર મેળવીને તેમણે સોનાની માળા મળી છે જે સસ્તામાં વેચવાની છે, એમ વેપારીને કહ્યું હતું. તેમણે બાદમાં વેપારીને રૃ.,૩૦,૦૦માં સોનાની મગમાળા આપી હતી. જોકે વેપારીએ ઘરે જઈને તપાસ કરતા મગમાળા પિત્તળની હોવાનું જણાતા તેમણે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:40 pm IST)