Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

વડોદરાના સંજયનગરમાં મંદિર નજીક ધૂણી રહેલા યુવકને ટોકવા બાબતે બે ભાઈઓનો બેટથી હુમલો થતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:શહેરના સંજય નગરમાં આવેલા મંદિર પાસે ધૂણી રહેલા યુવકને ટોકવા મામલે બે ભાઈઓ યુવકને બેટ વડે ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ સીટી પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર બન્ને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના સંજયનગરમાં રહેતો નરેશભાઈ પરમાર અને તેની માસીનો દીકરો સંજય પરમાર સંજય નગર ખાતે દારૂ પીવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરતા સંજય નગરમાં આવેલા માતાજીના મંદિર પાસે મનોજભાઈ ચૌહાણ (રહે -વારસિયા, વડોદરા) ધુણતા હતા. જેથી નરેશભાઈ પરમારે શું કામ ધૂણે છે. તેવું પૂછતાં  મનોજ  ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દો બોલી લાફો માર્યો હતો. ત્યારબાદ અંગેની અદાવત રાખી રાત્રે ફરિયાદીના ઘરે જઈ મનોજ ચૌહાણ અને તેના ભાઈ ભરત ચૌહાણએ નરેશ પરમારને ઢોર માર મારી બેટ વડે ફટકાર્યો હતો. હાલ ઇજાગ્રસ્ત ફરિયાદી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

(5:41 pm IST)