Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં મહિલાને ભ્રમિત કરી બે ગઠિયા કાનમાંથી સોનાની બુટ્ટી ચોરી છૂમંતર.....

વડોદરા: શહેરના કિશનવાડીમાં રહેતી અને બંગલામાં કામ કરતી મહિલાને આજવા રોડ માણકી કોમ્પલેક્સ પાસે ભ્રમિત કરીને બે ગઠિયાઓ તેમના કાનમાંથી સોનાની  બુટ્ટી અને એક હજાર રૃપિયા રોકડા મળીને કુલ ૧૩ હજારની મત્તા લઇને પલાયન થઇ ગયા હતા.

કિશનવાડી શિવાજી ચોક પાસે ખોડિયાર ચોકમાં રહેતા કાંતાબેન અતુલભાઈ માછી ..૫૫ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,હું બંગલામાં કામ કરૃ છું.અને મારા પતિ કરજણ તાલુકાના ચોરંદા ગામે ખેતીકામ કરે છે.અહીંયા હું મારા બાળકો સાથે રહું છું.આજે સવારે આઠ વાગ્યે હું મારા ઘરેથી ચાલતી આજવા  રોડ મહાવીર હોલ પાસે માણકી કોમ્પલેક્સમાં બે મકાનમાં કામ કરવા જતી  હતી.તે દરમિયાન માણકી કોમ્પલેક્સ પાસે બે અજાણ્યા યુવકોએ મને પૂછ્યું હતું કે,અહીંયાથી સુરત કેવી  રીતે જવાશે ?મેં તેઓને કહ્યું હતુ ંકે,અહીંયાથી ઉમા ચાર રસ્તા જતા  રહો.અને ત્યાંથી બાયપાસ થઇ સુરત જતા રહેજો.ત્યારબાદ બંને યુવકો ત્યાંથી નીકળી ઉમા ચાર રસ્તા અને ત્યાંથી ઝવેરનગર જતા  રહ્યા હતા.મને શું થયું તેની ખબર નથી પણ હું તેઓની પાછળ પાછળ ચાલતી ચાલતી ઝવેરનગર ગઇ હતી.ઝવેરનગર બસ સ્ટેન્ડ પાસે બે પૈકીના એક યુવકે સફેદ રૃમાલમાં કંઇક વીંટાળીને મારી થેલીમાં મુકી દીધુ હતું.અને તેના બદલામાં મારા કાનમાં પહેરેલી બુટ્ટી માંગી હતી.મેં બુટ્ટી અને મારી પાસેનું પર્સ કે જેમાં એક હજાર રૃપિયા રોકડા હતા.તે કાઢીને બંને યુવકોેને આપી દીધા હતા.થોડીવાર પછી બંને યુવાનો જતા રહ્યા હતા.

(5:43 pm IST)