Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સુરતમાં અલગ અલગ વિસ્તારમાં કુરિયર બોયને વિશ્વાસમાં લઇ 1.19 લાખ પડાવી છેતરપિંડી આચરનાર મુંબઈના ભેજાબાજને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

સુરત:શહેરની અલગ-અલગ કુરીયર કંપનીના ડિલીવરી બોયને વિશ્વાસમાં લઇ ઘરેથી પૈસા આપી દેશે એમ કહી રૂ. 1.19 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર મુંબઇગરા ભેજાબાજને કુરીયર કંપનીના સ્ટાફે હોન્ડા કાર સાથે ઝડપી પાડી ખટોદરા પોલીસના હવાલે કર્યો છે.

ખટોદરા કોમલ સર્કલ નજીક એક્સપ્રેસ બીસમાં ડિલીવરી બોય તરીકે નોકરી કરતો અમીત નાગેન્દ્ર સીંગ (.. 25 રહે. એસએમસી આવાસ, ડી.આર.બી. કોલેજ નજીક, અલથાણ) અલથાણના ફ્લાઇંગ મેન્ગો રેસીડન્સીમાં પાર્સલની ડિલીવરી આપવા જઇ રહ્યો હતો. ત્યારે એક અજાણ્યો યુવાન અટકાવી તમે ફ્લેટ નં. 702માં જાઓ છો, પાર્સલ મારૂ છે અને તેની કિંમત પુછી રૂ. 2 હજારની નોટ આપી હતી. અમીતે પાર્સલના રૂ. 262 કાપી બાકી રૂ. 1737 પરત આપ્યા હતા. ત્યાર બાદ ફ્લેટ નં. 702માં મારી મમ્મી છે અને તેને રૂ. 1 હજાર જોઇએ છે, રૂ. 6 હજારના છુટા અને મારે રૂ. 25 હજારની તાત્કાલિક જરૂર છે, મારી મમ્મી ઘરેથી રૂ. 25 હજાર આપી દેશે, મારી વાત થઇ ગઇ છે એમ કહી રૂ. 25 હજાર લઇ ગયો હતો. આવી રીતે ભેજાબાજે જે કાર્ડ કુરીયર કંપનીના ડિલીવરી બોય તુષાર શિવરામ પવારને ઓક્ટોબર 2020માં વેસુ વીઆઇપી રોડ શ્યામબાબા મંદિર નજીક વિશ્વાસ કેળવી રૂ. 64 હજાર, નવીન મોહન પટેલને ભીમરાડ નજીક વિશ્વાસ કેળવી રૂ. 30 હજાર મળી કુલ રૂ. 1.19 લાખના છેતરપિંડી કરી હતી. દરમિયાનમાં કુરીયર કંપનીના સ્ટાફે છેતરપિંડી કરનાર નજીરખાન અબ્દુલરસીદ ખાન પઠાણ (.. 31 રહે. 1301, પીનાફુલા, જોગેશ્વર, બાંદ્રા વેસ્ટ, મુંબઇ) ને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો

(5:45 pm IST)