Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સુરતના ભટાર વિસ્તારમાં ભાડેથી ફેરવવા આપેલ ટ્રેકટર બારોબાર ગીરવે મૂકી દેનાર મિત્ર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના ભટાર વિસ્તારમાં રહેતા ખેડૂતે ભાડેથી ફેરવવા આપેલું ટ્રેક્ટર વતન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સીદુંરીયા ગામ લઇ જઇ 1 લાખ રૂપિયામાં ગીરવે મુકી દેનાર મિત્ર વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.

ભટારના બ્રેડ લાઇનર સર્કલ નજીક સાંઇ આશિષ સોસાયટીમાં રહેતા ખેડૂત જયંતિ માનસીંગ ગરાસીયા (.. 32 મૂળ રહે. કરંબા ગામ, સંજેલી, દાહોદ) ખેતીકામ માટે સપ્ટેમ્બર 2019માં મામાના દીકરા દિવાન ગુલાબ મોણીયાના નામે ટ્રેક્ટર ખરીદયું હતું. જયંતિએ નવેમ્બર 2020માં મિત્ર મુકેશ રતન પરમાર (રહે. સીદુંરીયા, તા. સરદારપુર, જિ. ધાર, મધ્યપ્રદેશ) ને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી માસિક 12 હજારના ભાડેથી ફેરવવા આપ્યું હતું. પરંતુ મુકેશે શરૂઆતના એક મહિનાનું ભાડું આપ્યા બાદ ટ્રેકટર લઇ વતન ચાલ્યો ગયો હતો. જયંતિએ ભાડાની ઉઘરાણી માટે મુકેશને ફોન કર્યો હતો પરંતુ ફોન રિસીવ નહીં કરતા જયંતિ તેના સબંધીઓ સાથે મુકેશના વતન ગયો હતો. જયાં તેને જાણવા મળ્યું હતું કે મુકેશ અને તેના હમવતની મિત્ર ભમર મોતી વિનામાએ જીવન પ્રહલાદ નાયક (રહે. બીડવાલ, તા. બદલાવાર, જિ. ધાર, મધ્યપ્રદેશ) પાસે 1 લાખ રૂપિયામાં ગેરીવે મુકી દીધું છે. જેથી જયંતિએ મિત્ર મુકેશ પરમાર વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં ઠગાઇની ફરીયાદ નોંધાવી હતી.

(5:46 pm IST)