Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં મહિલાને માથામાં ધોકા મારી ગઠિયા સોનાચાંદીના દાગીના લૂંટી ફરાર

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ લૂંટારૃ ટોળકી તરખાટ મચાવી રહી છે ત્યારે કલોલ તાલુકાના સબાસપુરા ગામે ખેતરમાં એકલી રહેલી વૃધ્ધાને ધોકા મારી લૂંટની ઘટના બનવા પામી છે. સબાસપુર ગામે મોટાવાસમાં રહેતાં નગીનજી આતાજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી કે વડસર ગામની સીમમાં સબાસપુર કેનાલથી જાસપુર જતી કેનાલ તરફ તેમની જમીન આવેલી છે. જે જમીનમાં લાકડાનો માંચડો બનાવીને રાખ્યો . તે અને તેમની પત્નિ સવારે ખેતી કામ માટે અહીં જતાં હોય છે અને બપોરે જમવાનું લેવા માટે તેઓ ઘરે જતાં હોય છે. ગઈકાલે નવ વાગ્યે નગીનજી અને તેમની પત્નિ બબીબેન તેમના ખેતરમાં ગયા હતા અને નિત્યક્રમ મુજબ તેઓ મોપેડ લઈને ટીફીન લેવા માટે ઘરે ગયા હતા. સમયે તેમની પત્નિ આંબાના ઝાડ નીચે ખાટલામાં બેઠેલી હતી. સવા બાર વાગ્યાની આસપાસ તેઅ ટીફીન લઈને ખેતરમાં પહોંચ્યા ત્યારે બબીબેન લોહીલુહાણ હાલતમાં ખાટલામાં ઉંધા માથે પડયા હતા અને માથામાંથી ખુબ લોહી નીકળતું હતું. તેમણે શરીરે પહેરેલા સોનાચાંદીના દાગીના નહોતા અને ખાટલાની બાજુમાં એક લાકડાનો ધોકો પડયો હતો.જેથી ગંભીર રીતે ઘાયલ બબીબેનને તાત્કાલિક સારવાર માટે કલોલના સરકારી દવાખાને ખસેડયા બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કોઈ અજાણ્યા ઈસમોએ ૪ર હજારના દાગીનાની લૂંટ કરી હતી અને બબીબેનની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ તો મામલે સાંતેજ પોલીસે ગુનો નોંધીને લૂંટારૃઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. ઘટનાના પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં કામ કરતાં મજુરોમાં ચિંતા પ્રસરી રહી છે. 

(5:47 pm IST)