Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કાલે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આવતીકાલે તા. 05 જૂનના રોજ રાજ્યકક્ષાના 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે.
સવારે 11.30 કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજનાર આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા,સુરતથી જ્યારે રાજ્યકક્ષાના વન મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગરથી જોડાશે.

(6:34 pm IST)