Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અમદાવાદ એરપોર્ટ નવેમ્બરથી રન વે છ માસ માટે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે

3505 મીટર લાંબા રનવેનું કામ નવેસરથી રિકાર્પેટિંગ શરુ થવાના કારણે 7 કલાક બંધ રાખવા માટેનો નિર્ણય

અમદાવાદ એરપોર્ટ નવેમ્બરથી રન વે છ માસ માટે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે. 3505 મીટર લાંબા રનવેનું કામ નવેસરથી રિકાર્પેટિંગ શરુ થવાના કારણે 7 કલાક બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો છે. જો કે, આ પહેલા 2017માં 29 કરોડના ખર્ચે રનવેનું કામ કરાવવામાં આવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ પર 2017માં 150 નવી ફ્લાઈટો શરુ કરવામાં આવી હતી અને તે વધીને આજે 250 જેટલી થઈ ગઈ છે. જો કે, ફ્લાઈટો વધતા રનવે સકક વ્યસ્ત રહે છે. જેના કારણે ટેકઓફ અને લેન્ડિંગ સમયે ટાયરનું ઘર્ષણ પણ વધુ થાય છે. જેના પગલે ટાયરોનું રબર ગરમ થઈને ચોંટી પણ જાય છે. જેને દર સપ્તાહે મશીનની મદદથી સાફ કરવામાં આવે છે અને રનવેને ક્લીન કરાય છે.

જોકે, એરપોર્ટ પર રનવેના રિકાર્પેટિંગ દરમિયાન તમામ એરલાઈન્સ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ફ્લાઈટોનું સંચાલન બંધ રાખશે. આ સમય દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી સંચાલિત થતી 60 ફ્લાઈટોને રિશિડ્યુલ કરાશે. જેમાં કેટલીક ફ્લાઈટો સવારે 10 પહેલાં અને કેટલીક સાંજે 5 પછી ઓપરેટ કરાશે.

(7:49 pm IST)