Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

નાઈટડ્યુટીમાં જવાનું કહી પતિ આખી રાત કોલગર્લ સાથે રહેતો :આખરે ભાંડો ફૂટ્યો : પત્નીએ મહિલા હેલ્પલાઇનની માંગી મદદ

અમદાવાદના નવરાંગપુરાનો ચોંકાવનારો કિસ્સો : 181 ની ટીમે પતિને કાયદાકીય સમજ આપી કાઉન્સેલીંગ કર્યું

અમદાવાદ : અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક યુવકને કોલગર્લ સાથે અફેર રાખીને પત્નીને રાત્રી નોકરી છે તેમ કહીને આખી રાત કોલગર્લ સાથે રહેતો હતો. પત્નીને આ અંગે જાણ થતા પત્નીએ મહિલા હેલ્પ લાઈનની મદદ માંગી હતી. 181 ની ટીમે પતિને કાયદાકીય સમજ આપી કાઉન્સેલીંગ કર્યું હતુ. જેથી પતિએ કોલગર્લનો નંબર ડિલીટ કરીને અફેર નહીં રાખુ તેમ જણાવ્યું હતું.

શહેરના પોશ વિસ્તાર નવરંગપૂરાની એક યુવતીએ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી. પતિને કોલગર્લ સાથે અફેર છે જેથી પતિ મારી સાથે ઝઘડો કરી મારઝુડ કરે છે તેમ જણાવી મદદ માંગી હતી. જેથી 181 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવતી સાથે વાત કરી ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે, પતિ રોજ રાત્રીની નોકરી છે તેમ કહીને ઘરેથી જતો રહે છે જો ફોન કરીયે તો ક્યારેય ફોન ઉપાડતા નથી ઉપાડે તો ઉંઘમાં હોય તેવા અવાજે બોલે અને ગુસ્સો કરી ફોન મુકી દે છે.

જેથી તેમની નોકરી કરતી જગ્યાએ યુવતીએ ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે, તેમનો પતિ રાત્રીના સમયે ક્યારેય નોકરી પર આવ્યો જ નથી. જેથી યુવતીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યુ કે, તેના પતિને એક કોલગર્લ સાથે અફેર છે અને રોજ રાત્રીના સમયે પતિ કોલગર્લ સાથે રહે છે. જેથી 181 ની ટીમે પતિને બોલાવી કાઉન્સેલીંગ કર્યું હતું. જણાવ્યું હતું કે, તમારી ઉંમર 38 વર્ષની છે આ ઉંમરે આવુ સારુ ન લાગે તમારા છોકરાઓ પર આની ખરાબ અચર પડે છે. તમારે પત્ની સાથે મારઝુડ કરવી જોઈએ નહીં.

(7:56 pm IST)