Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

નર્મદા જીલ્લ્લામાંથી 8 બોગસ તબીબો ઝડપાયા : 4,55,570 નો મુદામાલ જપ્ત

નર્મદા એલસીબી પોલીસે 4, એસઓજી પોલીસે 1, તિલકવાડા પોલીસે 1 અને આમલેથા પોલીસે 2 મળી મળી કૂલ 8 બોગસ તબીબો ઝડપાયા

નર્મદા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન ઝોલા છાપ ડોક્ટરો લોકોની સારવાર કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી.ફરિયાદને આધારે નર્મદા પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકારી ડોક્ટરોને સાથે રાખી 8 જેટલા ઝોલા છાપ ડોકટરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.નર્મદા પોલીસે 8 ઝોલા છાપ તબીબો પાસેથી 4,55,570 રૂપિયાનો સારવારને લગતો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે તિલકવાડાના અગર ગામમાં 10 પાસ ઝોલા છાપ તબીબ લોકોની સારવાર કરી રહ્યો હતો.

નર્મદા જિલ્લામા કોરોના કેહેર વચ્ચે નર્મદા જિલ્લા પોલિસ અને આરોગ્ય વિભાગે સંયુકત રીતે રાજપીપલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા તેમજ હોમીયોપેથી સર્ટી આધારે એલોપેથીક સારવાર કરતા બોગસ તબીબો ઝડપી પડતા ખડખડાટ મચી ગયો છે.નર્મદાની એલસીબી પોલીસે 4, એસઓજી પોલીસે 1, તિલકવાડા પોલીસે 1 અને આમલેથા પોલીસે 2 મળી મળી કૂલ 8 બોગસ તબીબો નર્મદા જિલ્લા માંથી ઝડપાયા છે

ઝડપાયેલ બોગસ તબીબોમાં  1) દિનેશ રઘુનાથ અધિકારીને 19,918 રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા (રહે.અગર તા.તિલકવાડા જિ.નર્મદા)(2) રાજકુમાર સુધીર રાવલને 24,193 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા (રહે.લાછરસ તા.નાંદોદ)(3) પ્રશાંત ચન્દ્રકાંત પટેલને 1,85,514 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા (રહે.રાજપીપળા)(4) સંજય કુમાર કાર્તિકચંન્દ્ર સીલને 42,004.44 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા ( સાગબારા, રોજદેવ ગામ)(5) ડો.મહેન્દ્રભાઇ ગણેશભાઇ મહાજનને 64,701 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા (રહે.સેલંબા, ખોચરપાડા રોડ)(6) સુભાષચંદ્ર સનાતન મલીકને 37,466 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા ( રહે.દેવલીયા ચોકડી તા.તિલકવાડા)(7) રમાકાંન્ત ચોધરીને 55,950 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.(હાલ રહે. પ્રતાપનગર તા.નાંદોદ)(8) યશ સુબોદચંદ્ર દેસાઇને 25,824.74 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.( પ્રતાપનગર, તા.નાંદોદ)નો સમાવેશ થાય છે

(10:03 pm IST)