Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

૧૮થી ૪૪ વર્ષના નાગરિકોને કોવિન એપમાં રસીકરણની નોંધણી માટે ગ્રામ પંચાયતમાં કાર્યરત VCE-કોમ્પ્યુટર ઓપરેટર મદદરૂપ થશે ઓપરેટરને સરકાર પ્રતિ નોંધણી દીઠ રૂ. પાંચ ચૂકવશે

ગ્રામ્ય વિસ્તારમાં ૧૮થી ૪૪ વર્ષના નાગરિકોમાં રસીકરણની ઝડપ વધારવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વનો નિર્ણય

અમદાવાદ : ગ્રામ્ય વિસ્તારમાં ૧૮થી ૪૪ વર્ષના નાગરિકોમાં રસીકરણની ઝડપ વધારવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે , ૧૮થી ૪૪ વર્ષના નાગરિકોને કોવિન એપમાં રસીકરણની નોંધણી માટે ગ્રામ પંચાયતમાં કાર્યરત VCE-કોમ્પ્યુટર ઓપરેટર મદદરૂપ થશે , VCE-કોમ્પ્યુટર ઓપરેટરને રાજ્ય સરકાર પ્રોત્સાહક રકમ પેટે પ્રતિ નોંધણી દીઠ રૂ. પાંચ ચૂકવશે , આ નિર્ણયથી ગ્રામ્ય સ્તરે ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસીકરણ માટે નોંધણીની ઝડપી સુવિધા ઉપલબ્ધ થશે અને રસીકરણને વધુ વેગ મળશે

(8:29 pm IST)