Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડશે :ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ :ચોમાસુ મોડું બેસવાની હવામાન વિભાગની જાહેરાત

આ વર્ષે ચોમાસુ 20 જૂન પછી બેસવાની આગાહી કરાઈ : આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે

અમદાવાદ : ગુજરાતમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, જો કે, રાજ્યમાં ચોમાસુ 20 જૂન બાદ મોડું બેસવાની પણ હવામાન વિભાગે જાહેરાત કરી છે રાજ્યમાં વાતાવરણને લઇ હવામાન ખાતાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક વરસાદી માહોલ રહેશે. કેરળમાં ચોમાસાના આગમન થઇ ચૂક્યું છે. ચોમાસાની સ્થિતિ સાનુકૂળ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે દર્શાવી રહ્યું છે

  ગઈકાલે ગુજરાતમાં જસદણ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદ સહિત સૌરાષ્ટ્રના અનેક પંથકમાં વરસાદ વરસ્યો હતો. અસહય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીંબડી શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા

(8:38 pm IST)