Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પોલીસે કાયદા નો પાઠ ભણાવ્યો:વલસાડના મગોદમાં લગ્નપ્રસંગમાં નિયમોને નેવે મુકી નાચગાન કરનાર નિયમોનો ઉલાળીયો કરનારા વિરુદ્ધ પોલીસ આક્રમક મૂડમાં

ચેતજો:DJ સંચાલક સહિત 3 ની ધરપકડ પોલીસ નિયમો તોડનારાને પાંજરે પૂર્યા

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ તાલુકામાં હજુ કોરોના સંક્રમણ ખતમ થયુ નથી કોરોનાની બીજી લહેરમાં જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર રહ્યા છે . તેમ છતા લગ્નપ્રસંગોમાં હજી પણ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા . વલસાડ જિલ્લાના મગોદ ડુંગરીમાં લગ્નપ્રસંગે DJ ના તાલે નાચગાનનો વીડિયો વાઈરલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે કાર્યવાહી કરી DJ સંચાલક , લગ્નના આયોજક સહિત ત્રણની ધરપકડ કરી હતી

  વલસાડ તાલુકામાં કોરોનાની બીજી લહેરેમાં વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણનો ગ્રાફ હાઇ રહ્યો છે . ત્યારે જિલ્લા કલેક્ટરે માત્ર 50 વ્યક્તિઓ વચ્ચે લગ્નસરાના પ્રસંગો સાદગી પૂર્વક ઉજવવા છૂટ આપી હતી પરંતુ મગોદ ડુંગરી ખાતે એક લગ્નસરાની પ્રસંગમાં ગુરૂવારે રાત્રે યોજાયેલી પાર્ટીનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયાની પોલીસને જાણ થતા પોલીસે લગ્ન પ્રસંગમાં ચાલી રહેલી DJ પાર્ટીમાં પોલીસે રેડ કરી હતી . જેમાં કેટલાક લોકો ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જણાવ્યા વગર ગરબા રમતા અને ડાન્સ કરતા ઝડપી પાડયા હતા . રૂરલ પોલીસની ટીમે DJ સંચાલક અને લગ્ન આયોજક મળી 3 ઈસમોની ધરપકડ કરી DJ નો સામાન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(9:29 pm IST)