Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અમદાવાદ : રાત્રી કર્ફ્યુનો ભંગ કરી તલવાર વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણીનો વિડિઓ વાયરલ

ખાડિયા પોલીસે તલવાર જપ્ત કરી બર્થ ડે બોય 18 વર્ષથી નાનો હોવાથી પોલીસે ધરપકડ કરી નથી :ખાડીયા નાનો વિસ્તારમાં હોવા છતાં પોલીસ કરફ્યૂ અમલ કરાવવામાં નિષ્ફળ

 

અમદાવાદ : શહેરમાં રાત્રી દરમિયાન તલવાર જેવા હથિયારથી કેક કાપવાનો ટ્રેન્ડ વધ્યો છે. રાત્રી કરફર્યુંમાં તલવાર વડે કેપ કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો.ખાડિયામાં એક કિશોરનો જન્મદિવસ હતો જેથી તે અને અન્ય કિશોર મિત્રો જન્મ દિવસની ઉજવણી કરી હતી અને તલવાર વડે કેક કાપી હતી. જેથી આ ઉજવણીમાં સામેલ રહેલ એક યુવકની પોલીસે ધરપકડ કરી હતી. ખાડિયા પોલીસે તલવાર જપ્ત કરી હતી. બર્થ ડે ઉજવનાર અને બર્થ ડે બોય 18 વર્ષથી નાનો હોવાથી પોલીસે ધરપકડ કરી ન હતી.

શહેરમાં રાત્રી કર્ફ્યુ હોવા છતા પણ કેટલાક લોકો ટોળુ ભેગુ કરીને જન્મદિવસની ઉજવણી કરી તલવાર વડે કેપ કાપતા હોવાનો ખાડિયાનો વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો થયો હતો. જો કે પોલીસ દ્રારા આ વિડીયોની પુષ્ટી કરવામાં આવી હતી. ખાડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફે આ વિડીયોને આધારે તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતુ કે, ગુરુવારે રાત્રીના સમયે સારંગપુર ચોકી વિસ્તારમાં આવેલ પંડીતજીની પોળમાં એક કિશોરનો જન્મ દિવસ હોવાથી તેના મિત્રો ભેગા મળી ને રાત્રીના સમયે જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં તલવાર વડે કેપ કાપી હતી

જેથી આ અંગે વધુ તપાસ કરતા નવ કિશોરો અને એક નૈનેશ રમેશભાઈ પટેલ નામના શખ્સો જન્મદિવસની ઉજવણી કરતા હોવાનું સામે આવ્યું હતું. ખાડીયા પોલીસે નૈનેશ પટેલની ધરપકડ કરી કેક કાપવામાં ઉપયોગમાં લેવાતી તલવાર જપ્ત કરી હતી.

ખાડિયા પોલીસનો વિસ્તાર નાનો હોવા છતાં મોડી રાત સુધી અમુક દુકાનો ખુલ્લી રહેતી હોવાની અનેક ફરિયાદો છે તેવામાં જાહેરમાં તલવારથી કેક કાપી હોબાળો કર્યો હતો. આમ ખાડીયા નાનો વિસ્તારમાં હોવા છતાં પોલીસ કરફ્યૂ અમલ કરાવવામાં નિષ્ફળ હોવાની ચર્ચા છે.

 

(10:08 pm IST)