Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

નર્મદા જિલ્લામાં ઝોલાછાપ તબીબો પર પોલીસની લાલ આંખ : 06 બોગસ તબીબો ઝડપાતા તમામની દુકાનો બંધ

નર્મદા LCB પોલીસ, SOG પોલીસે જિલ્લામાંથી બોગસ તબીબોને ઝડપી પાડયા: રાજપીપળા , લાછરસ , અગર, સાગબારા,સેલંબા સહિત થી બોગસ તબીબો ઝડપાતાં સમગ્ર જીલ્લામા બોગસ ડોકારોની દુકાનો બંધ

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લામાં બોગસ તબીબોની જાણે માયાજાળ  ફેલાયેલી હોય તેમ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો માં અપૂરતી આરોગ્ય સેવાઓ ને કારણે ગરીબ દર્દીઓ જાગૃતિ ના અભાવ ને કારણે ઘર આંગણે મળતી સુવિધાઓ ને લેવા બની બેઠેલા બોગસ ડોક્ટર ની સંખ્યા વધી રહી છે, ગરીબ દર્દીઓ નું આર્થિક શોષણ કરી આરોગ્ય સાથે તેઓ ચેડાં કરે છે ત્યારે આ બાબત તંત્ર ની લાપરવાહી કે મહેરબાની કહેવાય..?

જિલ્લામાં આવા ઝોલાં છાપ ની પ્રેકટીસ બિન્દાસ ચાલતી હતી ત્યારે કોરોના મહામારી ના સમયમાં ગામડાના આદિવાસી દર્દીઓ ટેસ્ટિગ કરવાને બદલે કે હોસ્પિટલ માં દાખલ થવા ને બદલે આ બોગસ ડોકટરો ને ત્યાં કોરોના ની સારવાર લેતા હતા અને ગંભીર હાલત માં કોવિડ હોસ્પિટલ માં દાખલ થતા હતા ત્યારે હાલ નિંદ્રા માંથી જાગી આરોગ્ય વિભાગે નર્મદા પોલીસ ની મદદ લઇ બોગસ ડોક્ટર ને ત્યાં દરોડા પાડવા નું શરુ કર્યું જેમાં
લાછરસ ગામ માં ડિગ્રી વગર એલોપથી પ્રેકટીસ કરતા રાજકુમાર સુધીરભાઈ રાવલ ને દવાઓ વગેરે ના મુદ્દામાલ સાથે પકડી આરોગ્ય વિભાગ ના ડો.નિધિ મોદી એ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો પ્રતાપનગર ના ડો વિશાખા ડી પટેલે બોગસ પ્રેકટીસ કરતા યશ સુભાષ ચંદ્ર દેસાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જયારે તિલકવાડા ના અગર ગામે પશ્ચિમ બંગાળ ના દિનેશ રઘુ નાથ બોગસ પ્રેકટીસ કરતા હોય તેની સામે આરોગ્યવિભાગ ના ડો. હેમંત વસાવા એ ફરિયાદ આપી છે, ઉપરાંત સાગબારા ના રોઝદેવ ગામથી સંજય કાર્તિક સીલ તેમજ સેલંબા થી મહેન્દ્ર ગણેશ મહાજન સામે પણ ફરિયાદ નોંધાવી છે.
જ્યારે રાજપીપલા વિશ્વકર્મા મંદીર પાસે પ્રકાશ ચંદ્રકાન્ત પટેલ ડિગ્રી વિના બોગસ પ્રેક્ટિસ  કરતો હોય રાજપીપલા અર્બન હેલ્થ ના ડો.મેધા દોશી એ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આમ નર્મદા જિલ્લા માં એકજ દિવસે છ જેટલા બોગસ ડોકટર પર તંત્ર દ્વારા કાર્યવાહી થતા હાલ હાલ પૂરતા બોગસ દવાખાના ને તાળા લાગ્યા છે.જોકે થોડા સમય બાદ આ ઝોલા છાપો પુનઃ સક્રિય થશે તેમ પણ લોકોનું કહેવું છે.

(11:30 pm IST)