Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પ્રતાપપરા ગામમાં અમારા વિરૂદ્ધ અરજી કેમ કરો છો કહી ધમકી આપી માર મારનાર 04 સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરવા બાબતે થયેલી માથાકૂટમાં માર મારી ધમકી આપનાર ચાર વિરુદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે
  મળતી માહિતી મુજબ હરેશભાઈ ઝવેરભાઈ વસાવા (રહે. પ્રતાપપરા) ની ફરિયાદ અનુસાર તેઓ તેમના ઘરેથી ખેતરે ખેતીકામ અર્થે જતા હતા તે વખતે બીપીનભાઈ નાગજી ભાઈ વસાવા અગાઉ તેના વિરુદ્ધમાં થયેલ પીધેલાના કેસ બાબતે ગાળો આપી અમારી વિરુદ્ધમાં કેસ અરજીઓ કરો છો તેમ કહી બોલાચાલી કરી તથા ફળીયાના માણસો ને ટ્રેક્ટર , છકડો , અને ઈકો ગાડી ચઢાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સુમનબેન બીપીનભાઈ વસાવા,સરોજબેન નાગજીભાઈ વસાવા અને આશાબેન નાગજીભાઈ વસાવા તમામ(રહે . પ્રતાપપરા,તા.નાંદોદ) નાઓ એ ફળીયાના ભણતા છોકરા ઓને બળાત્કાર તથા છેડતીના ખોટા કેસમાં ફસાવી ભવિષ્ય બગાડવાની ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:35 pm IST)