Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સિસોદ્રા ગામમાંથી 02 મોટરસાયકલની ચોરી થતા બાઈક માલિકોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામ માંથી બે બાઇકોની ચોરી થતા બાઈક માલિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે
  પ્રાપ્ત માહિતી અનુસાર કમલેશભાઈ મહેશભાઈ પટેલ, રહે.સિસોદ્રા એ આપેલી ફરીયાદ મુજબ સિસોદ્રા ગામના મંદીર ફળીયામાંથી કોઈ અજાણ્યા ચોર તેમની હીરો હોન્ડા મો.સા. નંબર G.22.E.8341 કિ.રૂ.૨૦,૦૦૦ તથા અલ્પેશભાઈ ચીમનભાઈ પટેલની હીરો હોન્ડા સ્પેલ્ડર પ્રો કાળા મો.સા. નં . GJ -22-D.1234 ની કિ.રૂ .૨૦,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ .૪૦,૦૦૦ ની ચોરી કરી લઈ જતા આમલેથા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:37 pm IST)