Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

જુના ઘાટા ગામમાં નજીવી બાબતે બ્લેડ મારી ઇજાઓ કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના જુના ઘાટા ગામમાં નજીવી બાબતે એક વ્યક્તિને બ્લેડ મારી ઇજાઓ કરનાર શખ્સ સામે આમલેથા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
  મળતી માહિતી મુજબ હિમતભાઈ ગોપાલભાઈ વસાવા (રહે.જુના ઘાટા )ની ફરીયાદ અનુસાર તેમના ગામના વિજયભાઈ મનીયાભાઈ વસાવાએ અગાઉ થયેલ બોલાચાલીની રીસ રાખી ગાળો આપતા ગાળો આપવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાના બ્લેડ ( પાના ) વડે ફરીને માથામાં મારતા લોહી નીકળવા લાગેલ તથા કાનના ભાગે પણ સાધારણ ઈજા પહોંચાડી ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:38 pm IST)