Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

નર્મદા જિલ્લામાં સંસ્થાઓના સહયોગથી વહિવટીતંત્ર દ્વારા શરૂ થયેલુ સેન્ટ્રલ કિચન અભિયાન ગતિમય બન્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા માં ભટકતુ જીવન ગુજારી ફૂટપાથ પર રાતવાસો કરતા બેબશ- લાચાર-નિરાધાર વ્યક્તિઓ-પરિવારોને સામાજીક - સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા “ નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ અન્વયે ખૂબજ ટૂંકાગાળામાં ગત તા.૩૧ મી મે,૨૦૨૧ ના રોજ “ સેન્ટ્રલ કિચન “ પ્રારંભ સાથે સર્વે કરાયેલા કુટુંબો-પરિવારોને બે ટંક ભોજન પુરૂં પાડવાનું ભગીરથ કાર્ય આગળ ધપી રહયું છે. આવા પરિવારોને ભોજનની સાથોસાથ જીવન જરૂરીયાતની પાયાની ઘરેલું ચીજ-વસ્તુઓ પુરી પાડવા સહિતની અનેકવિધ સવલતો તેમને તબ્બકાવાર પુરી પાડવાના આયોજનના અમલની દિશા તરફ આ અભિયાન ગતિમય બન્યું છે.

 

જિલ્લા કલેકટર ડી.એ.શાહના જણાવ્યા અનુસાર રાજપીપલા શહેરમાં જિલ્લા વહિવટીતંત્ર અને NGO ટીમ દ્રારા કરાયેલા સર્વેક્ષણમાં ઘણા વખતથી નિરાધાર જીવન વ્યતિત કરી રહેલા આવા કુટુંબો-પરિવારોને રેન-બસેરામાં આશરો પુરો પાડવાના ભાગરૂપે જિલ્લા વહિવટીતંત્ર, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો, પદાધિકારીઓ વગેરેના સહયોગથી આવા પરિવારોને સમજાવીને રેન-બસેરામાં શિફટીંગ કરવાની કામગીરી પણ હાથ ધરાઇ છે, ત્યારે આવા લોકોને બે ટંક ભોજનની સેવા ઉપરાંત તેમની જીવન જરૂરીયાતની પાયાની અને સંખ્યાબંધ સામગ્રી આવશ્યક ચીજ-વસ્તુઓની કિટ્સ શહેરના અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ સહિત સહુ કોઇના સહકારથી ૧ કિટ્સ આવા ૨૫ જેટલા પરીવારોને ૨૫ જેટલી કિટ્સ પૂરી પાડવાની કામગીરી ગઇકાલથી શરૂ કરાઇ છે અને એકાદ-બે દિવસમાં તમામ પરિવારોને તેનું વિતરણ પૂર્ણ કરાશે.પ્રાથમિક તબક્કામાં સર્વે કરાયેલા આ નિરાધાર પરિવારોને કરાયેલા કિટ્સ વિતરણમાં કાપડની બેગ, ઓશિકા, શેતરંજી, ચોરસો, નેપકીન, ટુવાલ, કાંસકા હાથ રૂમાલ, મોજા, ટોપી, અરીસો, મચ્છરદાની, બેટરી-ટોર્ચ, છત્રી, વોટર બોટલ, પાણીનો જગ, ગ્લાસ, બાંબુ સહિત તાડપત્રી, સ્લીપર, નેઇલ કટર, ડોલ-ટબ- ચંબુ, કપડા ધોવાનો ધોકો અને બ્રશ, સ્ટીની થાલી-વાટકી- ચમચી, સ્ટીલની ટ્રંક/પેટી, તાળુ, ટૂથ બ્રશ, ટૂથ પેસ્ટ, ઉલીયું, હેર ઓઇલ, લાઇફબોય સાબુ, કલીનીક પ્લસ શેમ્પુ, પોન્ડસ પાઉડર,વીકસ-બામની ડબ્બી, કપડા ધોવાના સાબુ, સેનેટરી પેડ્સ, સીંગ-ચણા, સિંગની ચિકી, ખારેક/ખજુર ઉપરાંત પુરૂષ માટે પેન્ટ-શર્ટ-ધોતીના કપડા, મહિલાઓ માટે સાડી-ગાઉનના કપડા, છોકરાઓ માટે પેન્ટ-શર્ટ અને છોકરીઓ માટે ફ્રોક-લેડીઝ ડ્રેસ વગેરે જેવી વસ્તુઓનો આ કિટ્સમાં સમાવેશ કરાયેલ છે.

(11:44 pm IST)