Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ભારે વરસાદ: પૂર્વ પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 2 ઇંચ પડ્યો

વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી:બફારા અને ઉકળાટમાંથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો

અમદાવાદમાં વિજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી બફારા અને ઉકળાટમાંથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઉપરાંત ઘાટલોડીયામાં વીજળીના ચમકારા અને પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. સાયન્સ સીટી, શીલજ, ન્યૂ રાણી, સાબરમતી, મોટેરા, ચાંદખેડામાં વરસાદ પડ્યો હતો. સાથે બોડકદેવ, ગોતા, સરખેજ, બાપુનગર, નારણપુરા, દાણીલીમડા, મણીનગર, સહિતના તમામ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો

અમદાવાદમાં આજે પડેલા વરસાદના આંકડા મુજબ  રાતના 10 વાગ્યા સુધી ઉત્તર ઝોનમાં સરારાશ 10.08 એમએમ, પશ્ચિમ ઝોનમાં 22.38 એમએમ, પૂર્વ પશ્વિમ ઝોનમાં 43.50 એમએમ, દક્ષિણ પશ્વિમ ઝોનમાં 43.00 એમએમ, મધ્ય ઝોનમાં 23.75 એમએમ, ઉત્તર ઝોનમાં 6 એમએમ અને દક્ષિણ ઝોનમાં 25.25 એમએમ વરસાદ નોંધાયો હતો.

(12:14 am IST)