Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

તબીબ ક્ષેત્રે વિરલ સિદ્ધિ : દેડીયાપાડાના 62 વર્ષના વૃધ્ધના મુત્રાશયમાંથી 640 ગ્રામની પથરી કાઢી

ભરૂચના તબીબ ડૉ. જયંતિ વસાવાએ 640 ગ્રામની વિશાળ નાળિયેર જેવી પથરી સફળતાપુર્વક કાઢી

નર્મદા જિલ્લાના દેડીયાપાડાના 62 વર્ષીય વૃધ્ધના મુત્રાશયમાંથી ભરૂચના તબીબ ડૉ. જયંતિ વસાવાએ 640 ગ્રામની વિશાળ નાહિયેર જેવી પથરી સફળતાપુર્વક કાઢી છે.

ભરૂચનાં ફ્લશ્રુતિ નગર વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ડો જ્યંતીભાઈ વસાવાનાઓની પાસે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાના મોઝદા ગામના 62 વર્ષીય મોતિસિંગ વસાવા પેટમાં દુખાવાની તકલીફ સાથે આવ્યાં હતાં. તેમને ઝાડા ઉપરાંત યુરિનામાં પણ તકલીફ હતી. તેઓ બરાબર રીતે ચાલી શકતા પણ ન હતાં. ડૉ. જયંતિ વસાવાએ રોગના નિદાન માટે રીપોર્ટ કઢાવ્યાં હતાં. જેમાં તેમના મુત્રાશયમાં વિશાળ પથરી હોવાનું બહાર આવ્યું હતું.

દર્દીનું મુત્રાશય બ્લોક થઇ ગયું હોવાથી ચાર દિવસ બાદ ઓપરેશન કરવાનું નકકી કરાયું હતું. દર્દીને ઓપરેશન ટેબલ પર લેવામાં આવ્યા ત્યારે પણ જીવનું જોખમ હતું. બન્ને કિડની ફેઈલ થઈ ગઈ હતી. આખરે જટિલ ઓપરેશન કરી 640 ગ્રામ વજનની તેમજ 4 ઈંચ લાંબી અને 5 ઈંચ પહોળી પથરી સફળતા પુર્વક કાઢવામાં આવી હતી. આ બાબતે ડૉ. જયંતિ વસાવાએ જણાવ્યું હતું કે, તેમની કેરિયર માં અત્યાર સુધી 300 મી.લિ. ગ્રામ ની પથરી કાઢી હતી પણ આ સૌ પ્રથમ વાર આટલી મોટી પથરીનું ઓપરેશન તેમને કર્યું છે.

પથરીના દર્દીએ ખૂબ પાણી પીવુ જોઈએ તેમજ દર્દ જેવું લાગે તો તરત જ ડોકટર નો સંપર્ક કરી સલાહ લેવી જોઈએ કેટલીકવાર પથરી ના કારણે કિડની પણ કાઢી નાખવી પડે છે.

(12:56 am IST)