Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભારે વરસાદની આગાહીને પગલે સુરત અને નવસારીમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ

સુરત અને નવસારીમાં 25 સભ્યોની ટીમ પહોંચી: નીચાણવાળા વિસ્તારનો કરાયો અભ્યાસ

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો ઘડબડાતી બોલાવી રહ્યો છે . બીજીતરફ હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે તેવામાં સુરત અને નવસારીમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ એલર્ટ થઇ ગઇ છે. સુરત અને નવસારીમાં 25 સભ્યોની ટીમ આવી પહોંચી છે.
હાલ નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

(11:58 pm IST)