Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન પદે શંકરભાઇ ચૌધરીની પુન:વરણી : વાઇસ ચેરમેનપદે ભાવાભાઇ રબારી

અગાઉ બનાસ ડેરીના 16એ 16 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં

અમદાવાદ :બનાસ ડેરીના ચેરમેન પદે એક વાર ફરીથી શંકરભાઈ  ચૌધરીની જ વરણી કરાઇ છે.  જ્યારે વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઇ રબારીની વરણી કરાઇ છે. ચેરમેનની દરખાસ્ત પરબતભાઇ પટેલે મૂકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણી યોજાઇ હતી. તેમાં સંપૂર્ણ નિયામક મંડળ બિનહરીફ થઈ ગયું હતું. બનાસ ડેરીના 16એ 16 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં. આમ, શંકરભાઈ  ચૌધરીનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. આ જંગમાં શંકર ચૌધરીના હરીફ મનાતા માવજી દેસાઈએ પણ પરથી ભટોળના રાજીનામાં બાદ પોતાના હથિયાર હેઠાં મૂકી દીધા હતાં. આ સાથે શંકર ભાઈ  ચૌધરીએ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ફરીથી પગદંડો જમાવ્યો છે.

(12:46 pm IST)