Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

૮ મતક્ષેત્રોમાં સરેરાશ ૬૦.૭પ ટકા મતદાનઃ ૧૧,૩૯,૧૬૩ લોકોએ મત આપ્યો

મહિલાઓ કરતા ૯૪૮૦૮ પુરૂષોનું વધુ મતદાનઃ ૭,૩પ,૮૬૯ મતદારોએ મતદાન ન કર્યું: રપ વ્યંઢળોનું મતદાન

રાજકોટ, તા., ૪: રાજયમાં ગઇકાલે  મોરબી-લીંબડી-ધારી-ગઢડા-કપરાડા-કરજણ-ડાંગ અને અબડાસામાં પેટા ચુંટણીનું મતદાન યોજાયેલ. મતદાનના સતાવાર આંકડા સામે આવી ગયા છે. આઠેય વિધાનસભા ક્ષેત્રમાં મળીને સરેરાશ ૬૦.૭૫ ટકા મતદાન થયું છે. કુલ ૧૮,૭૫,૦૩ર મતદારો પૈકી  ૧૧,૩૯,૧૬૩ મતદારોએ મતદાન કર્યુ છે.  ૭,૩પ,૮૩૯ મતદારોએ મતાધિકાર ભોગવ્યો નથી. ૮ બેઠકોના કુલ ર૮ પૈકી થર્ડ વેન્ડરના રપ મતદારોએ મતદાન કર્યુ છે.

વિધાનસભા મતદાનનો સતાવાર આંકડો જોઇએ તો અબડાસામાં ૬૧.૮૨ ટકા, લીંબડીમાં પ૮.૦૧, મોરબીમાં પર.૩ર, ધારીમાં ૪પ.૭૯, ગઢડામાં પ૦.૭૬ , કરજણમાં ૭૦.૦૧, ડાંગમાં ૭પ.૦૧ અને કપરાડામાં ૭૭.પ૦ ટકા મતદાન થયું છે.  ૮ બેઠકોમાં સરેરાશ ૬૦.૭પ ટકા મતદાન થયું છે. કુલ મતદાનમાં સ્ત્રીઓ કરતા પુરૂષો આગળ રહયા છે. ૯૪,૮૦૮ પુરૂષોનું મતદાન વધુ છે.  હવે તા.૧૦મીએ મતગણતરી થશે.

(3:48 pm IST)