Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમદાવાદના બે યુવકોની કમાલ

૯૯.૯% કોરોના વાયરસ મરી શકે તેવી પ્રોસેસ વિકસાવાઇ

EM5700 એજીસ માઈક્રોબ શિલ્ડનો છંટકાવ સ્કવેર ફૂટના હિસાબે કરી આપવામાં આવે છે, જયારે ગાડીઓમાં ૧૧૮૦ રૂપિયાથી લઈ ૨૧૦૦ રૂપિયા સુધીમાં સેનેટાઈઝ કરી આપવામાં આવે છે

અમદાવાદ, તા.૪: અમદાવાદના બે યુવાનોએ કોવિડ-૧૯ વાયરસ અને કીટાણુઓની સામે લડવા વિશિષ્ટ ટેકનોલોજીકલ સોલ્યુશન વિકસાવ્યું છે. શહેરના બે યુવાન ઇનોવેટર્સ પરમ ગુટકા અને યશ શાહ દ્વારા રજૂ કરાયેલું નવા અને ટેકનોલોજીકલ સોલ્યુશનમાં કોરોનાના વાયરસ અથવા કોઇપણ બેકટેરિયાના નાશ માટે AEM5700 એજીસ માઈક્રોબ શિલ્ડનો છંટકાવ કરવામાં આવે છે. જેમાં કોઇપણ સપાટી ઉપર ૯૯.૯ ટકા કીટાણુઓનો નાશ કરી શકવાનો દાવો કરાઈ રહ્યો છે. એકવાર આ સોલ્યુશનના છંટકાવ બાદ રિલેટીવ લાઈટ યુનિટ ૨૦૦ના અંદર રહેવાની ગેરંટી આપવામાં આવે છે.

AEM5700 એજીસ માઈક્રોબ શિલ્ડનો છંટકાવ દ્યર, હોસ્પિટલ, ઓફિસ, કાર, બેન્ક, થિયેટર્સ, જાહેર પરિવહન, એલિવેટર્સ, દુકાન, હેવી ટ્રાન્સપોર્ટ વગેરે જગ્યાએ વાયરસના પુનઃ ફેલાવાને અટકાવવામાં મદદ કરતું હોવાનો દાવો કરાયો છે. હાલ ગુજરાતમાં કોવિડ-૧૯ કેસો ૧,૭૫,૦૦૦ ને પાર કરી ચૂકયા છે ત્યારે અત્યાર સુધીમાં કોરોનાને કારણે રાજયમાં ૩,૭૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે બે યુવાનોએ તૈયાર કરેલું આ સોલ્યુશનના છંટકાવથી ત્રણ મહિના સુધી વાઇરસને સપાટી પર ટકવા દેતું નથી અને તેનો તુરંત ખાત્મો બોલાવે છે.

સાથે જ ૩ મહિના સુધી વાયરસ ટકે નહિ તેની ખાતરી સાથે એન્ટી-માઇક્રોબાયલ ટ્રીટમેન્ટ પ્રદાન કરે છે. તેમજ વાઇરસને પુનઃ અસ્તિત્વમાં આવતા રોકે છે. સેનિટાઇઝેશનની અસરકારકતા તપાસવા માટે એટીપી સ્વેબ ટેસ્ટ કરવામાં આવે છે. જે એન્ડેનસાઇન ટ્રાઇફોસ્ફેટની હાજરીની તપાસ કરીને રિલેટિવ લાઇટ યુનિટ – આરએલયુમાં સંક્રમણની તપાસ કરવાની વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી પદ્ઘતિ છે.

બંને યુવાનો દ્વારા EM5700 એજીસ માઈક્રોબ શિલ્ડનો છંટકાવ સ્કવેર ફૂટના હિસાબે કરી આપવામાં આવે છે, જયારે ગાડીઓમાં ૧૧૮૦ રૂપિયાથી લઈ ૨૧૦૦ રૂપિયા સુધીમાં સેનેટાઈઝ કરી આપવામાં આવે છે, વારંવાર સેનેટાઈઝ કરવાની પ્રક્રિયામાંથી આ સોલ્યુશનનો એકવાર છંટકાવ ૩ મહિનાનો છૂટકારો આપે છે.

(3:48 pm IST)