Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના શોકાતુર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં આવશેઃ અમદાવાદમાં આગની ઘટનામાં PM મોદીનું ટ્વીટ

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર કાપડની ફેક્ટરીમાં આગ લાગતા 9 લોકોના મોત થયા હતા. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે. PM મોદીએ ટ્વીટ કરીને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી.

PM મોદીએ દુખ વ્યક્ત કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યુ કે, “અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના શોકાતુર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.

પીરાણા-પીપળજ રોડ પર આવેલ રેવા એસ્ટેટમાં આવેલ સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલર બ્લાસ્ટ થતા કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જેમાં બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડીંગ એકાએક ધરાશાયી થઇ હતી. જેના કારણે 9ના મોત નિપજ્યાં છે અને 9 લોકોની હાલત હજી ગંભીર છે. જ્યારે 2 લોકો હજી પણ ફસાયેલા છે. જો કે આ ઘટનામાં પાસે આવેલ નાનુભાઇ એસ્ટેટમાં પણ આગ લાગી હતી. હાલમાં આ 9 લોકોને એલ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, સાહિલ એન્ટરપ્રાઇઝ ભુટાભાઇ ભરવાડ નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. જેની હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે. ફેક્ટરીમાં ફાયરસેફ્ટીના સાઘનો પણ ન હોવાનું સામે આવ્યું છે. હજી આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે તેવી શક્યતા છે.

(5:32 pm IST)