Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

તલોદ તાલુકાના હરસોલ ગામમાં શાકભાજીનો વેપાર કરતી મહિલા સાથે પાલિકાના કાઉન્સિલરે વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભપાત કરાવી નાખતા પોલીસ ફરિયાદ

તલોદ:તાલુકાના હરસોલ ગામની અને તલોદમાં શાકભાજીનો વેપાર કરતી એક મહિલા સાથે પાલિકાના કોંગી કાઉન્સીલરે લગ્નનું નાટક કરી મહિલા સાથે વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભપાત કરાવી નાખ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા ભારે હડકંપ મચી ગયો છે.

મહિલાએ કરેલા દાવા મુજબ રાજુભાઇએ તેણીને કહેલ કે, 'મેં લગ્ન કર્યા નથી અને મારે તારી માંગ ભરવી છે..' તેમ કહી ફરિયાદી યુવતીને ત્રાગડ ગામે આવેલા જોગણી માતાના મંદિરે લઇ ગયા હતા અને યુવતી પરણીત હોવા છતાં મંદિરમાં તેની માંગ ભરીને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. બાદ ઘરે લાવેલા અને કહેલ કે, 'આજથી તું મારી પત્ની છે...!' મહિલા સાથે ધાકધમકી આપીને શરીર સુખ માણવાના સિલસિલા દરમ્યાન ૧૬ મહિના પૂર્વે યુવતી ગર્ભવતી થઇ હતી. સમયાંતરે તેણે એક દિકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ ''આદિત્ય'' છે જે હાલ ૭ મહિનાનો છે. બાદ કેટલાક સમય બાદ ફરીથી તેણી ગર્ભવતી બની હતી. જેની જાણ તેણે ત્રીજા મહિને રાજુભાઇને કરી હતી. જે બાદ તા. ૨૬/૯/૨૦૨૦ના રોજ તલોદની સરકારી હોસ્પિટલમાં તેને ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી.

(6:18 pm IST)