Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાજ્યની સ્કુલોનું બીજું સત્ર ૧૫૦-૧૫૫ દિવસ લાબું હશે

કોરોના કાળમાં બગડેલા સત્રને સરભર કરવા પ્રયાસ : ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માર્ચમાં લેવાય છે, તે આવતા વર્ષે મે મહિનામાં યોજાય તેવી શક્યતાઓ છે

ગાંધીનગર, તા. ૪ : સમગ્ર રાજ્યમાં હાલ દિવાળીના તહેવાર નિમિતે ૨૧ દિવસનું દિવાળી વેકેશન શરુ થયું છે. પહેલી વાર આ વખતે કોરોનામાં વિદ્યાર્થીઓ વગર સ્કૂલો ચાલી અને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. સ્કૂલોમાં વર્ગખંડો અને શાળાના મેદાનો વિધ્યાર્થીઓ વિના સૂમસામ અને ખાલીખમ અને ભેકાર ભાસતા હતા. જોકે આ વર્ષે ગુજરાતની સ્કુલોમાં બે અઠવાડીયા વહેલું દિવાળી વેકેશન આપી દેવામાં આવ્યું છે. આ વખતે ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ જણાવાયું છે કે, સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માંગે છે.

           બીજુ સત્ર ૧૫૦-૧૫૫ દિવસથી વધુ લાંબુ હશે, જેથી આગળના સત્રમા જે સમય વેડફાયો તેની ભરપાઇ કરી શકાય. ગુજરાત સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ. ૯-૧૨ ના વિધ્યાર્થીઓને બોલાવવામા આવી શકે છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામા લેવાય છે. તે આવતા વર્ષે મે મહિનામા યોજાય તેવી શક્યતા છે. સુત્રએ વધુમા જણાવ્યા અનુસાર અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમા લેવાતી હતી ,તે જૂન ૨૦૨૧માં લેવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ, વિધ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે અને પરીક્ષા પણ ઓનલાઇન થાય છે.

૫૦ વર્ષમાં પહેલીવાર દિવાળી વેકેશન તહેવારોના બે અઠવાડીયા પહેલા શરુ થયુ છે. આ સુચવે છે કે દિવાળી પછી સ્કુલો ખુલી શકે છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંલગ્ન શાળાઓનુ શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમા વહેચાયેલુ હોય છે. પહેલુ સત્ર જૂન મહિનામા શરુ થાય છે. અને ૧૦૫ દિવસનુ હોય છે. આ સત્ર ૨૧ દિવસના દિવાળી વેકેશન સાથે પુરુ થાય છે. સામાન્ય રીતે ૨૧ દિવસનુ વેકેશન દિવાળીના બે ત્રણ દિવસ પહેલા શરુ થાય છે. અને દેવદિવાળીની આસપાસ પુરુ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે દિવાળી વેકેશનની જે તારીખો જાહેર કરી છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે. કે તેમણે બીજુ સત્ર ૪૦ દિવસ જેટલુ લાંબુ રાખવાની યોજના બનાવી છે.

(9:13 pm IST)