Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાજ્યમાં દરરોજ 21 જેટલા આગના બનાવો :અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં આગની ઘટનાએ 35 લોકોનો જીવ લીધો

ફાયર સેફ્ટી અને NOCના અભાવે જીવતુ તાબૂત બની રહેલી ફેક્ટરીઓ: ચિરીપાલ ગ્રુપની ફેકટરીઓ આના માટે બહુ બદનામ

અમદાવાદમાં પીરાણા-પીપળજ રોડ પર કપડાના ગોડાઉનમાં આગની ઘટનામાં 12 લોકોનાં મોત થયા છે ફાયર સેફ્ટી અને NOC નહીં હોવાને કારણે આવી ફેકટરીઓ જીવતુ તાબૂત બની રહી છે. શહેરમાં છેલ્લા 3 વર્ષમાં આવી આગની ઘટનામાં 35 લોકોએ જીવ ગુમાવ્યો છે નારોલ  અને અન્ય આવેલી જાણીતી ચિરીપાલ ગ્રુપની ફેકટરીઓ આના માટે બહુ બદનામ થયેલી છે. તેમાં છેલ્લા 8 મહિનામાં અનેક ઘટનાબની છે

  વર્ષ 2017-2018માં રાજ્યમાં 7330 જેટલા આગના બનાવ બન્યા હતા.રાજ્યમાં સરેરાશ રોજની 21 ઘટના આગની બને છે. તેની પાછળનું મુખ્ય કારણ ફાયર સેફિટ પ્રત્યે બેદરકારી અને NOC લેવામાં ઉદાસીનતા. તેના માટે તંત્ર પણ જવાબદાર હોઇ શકે છે .રાજ્યમાં  સૌથી વધુ આગ બનાવો અમદાવાદ શહેરમાં નોંધાયા હતા, જેને કારણે મિલકતોને કરોડો નુકસાન થયું છે રાજ્યમાં રોજ 21 જેટલા આગના બનાવો બને છે. જ્યારે ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં 31 ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા હતા.

 અમદાવાદમાં 2017-18ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં પ્રજાને 69.20 કરોડનું નુકસાન થયું હતું અને 35 લોકો જીવતા ભુંજાયા હતા. જોકે ફાયરબ્રિગ્રેડે 96 લોકોને રેસ્કયૂ કરીને 83.77 કરોડની માલ-મિલકત બચાવી હતી.રાજ્યની સૌથી સારી ફાયર ટીમની કામગીરી અમદાવાદ ફાયર વિભાગમાં જોવા મળી છે. અમદાવાદ ફાયરબ્રિગેડ પાસે લોકોને રેસ્ક્યૂ કરવા, આગ બુજાવવાના અતિઆધુનિક સાધનો છે.

(9:22 pm IST)