Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં: કાલે અમદાવાદમાં કરશે મતદાન

અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મત આપશે: નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત: વડાપ્રધાને માતા હીરાબાની મુલાકાત લીધી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો માટે આવતીકાલે સોમવારે મતદાન યોજવાનું છે, ત્યારે મતદાનની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવાના છે. વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં જ ગાંધીનગર કમલમ પહોંચ્યા છે. તે પહેલાં વડાપ્રધાને માતા હીરા બાની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આજે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

(5:46 pm IST)