Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

છેલ્લા 10 વર્ષથી ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનાના નાસતા- ફરતા આરોપીને ધુલિયાથી ઝડપી પાડતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર એ.આર.જાદવ રાજપીપળા પો.સ્ટે .એ નર્મદા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા રાજપીપળા પો.સ્ટે. માંથી પો.સ.ઇ આઇ.આર. દેસાઇ,એ.એસ.આઇ. મહેશભાઇ રમણભાઇ,પો.કો. સંદિપભાઇ ગીરધરભાઈ, ડ્રા.પો.કો. ચંપકભાઇ નટવરભાઇની એક ટીમ બનાવી નર્મદા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોકલ્યા હોય તેમણે ખાનગી બાતમીદારથી બાતમી મેળવી નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે.ના પ્રોહી.એકટ ગુનાનો નાસતો ફરતો આરોપી પ્રશાંતભાઇ છબીલાલ સીંદે (રહે. કવટી ( નેરકુસુમ્બા ),તા.જી. ધુલીયા)ને પકડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે

(9:52 am IST)