Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ: નર્મદામાં આગામી 3 દિવસ NCD વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરાયું

(ભરત શાહ દ્વારા)  4 ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં કેન્સર દિવસ તરીકે મનવવામાં આવે છે ત્યારે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં આગામી ત્રણ દિવસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત NCD વિભાગના કેતનભાઈ માછીએ આજના વિશ્વ કેન્સર દિવસ બાબતે જણાવ્યું કે હાલ અમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના કાર્યક્રમમાં સતત ઘણા દિવસોથી વ્યસ્ત છીએ પરંતુ આ કાર્યક્રમ અંતર્ગત જ આગામી તારીખ 6,8 અને 11 ફેબ્રુઆરીના દિવસે અમારી ટીમે ડાયાબીટીસ હાઈપર ટેન્શન અને આંખની તપાસનો ફ્રી નિદાન કેમ્પ રાખ્યો છે.જેમાં વાહન ચાલકો,ક્લીનરો તેમજ આમ જનતાનું નિદાન થશે.તા.6 ફેબ્રુઆરીએ કેવડીયા માર્ગ ઉપર,8 ફેબ્રુઆરીના દિવસે રાજપીપળા એસટી ડેપો ખાતે જ્યારે 11 મી એ ડેડીયાપાડા ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

(10:30 pm IST)