Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી: 181એ લગ્ન માટે તૈયાર કર્યા : ઉમરગામ વિસ્તારમાં વિખુટા પડેલા પ્રેમી જોડીનું મિલન કરાવ્યું

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી 181 અભયમ ટીમ સતત સારા કર્યો કરી રહી છે ટીમના ગાયત્રી રાઠોડ તેમજ સ્ટાફ સતત સારા ઉકેલ લાવ્યા છે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ 181 અભયમ ટીમ દ્વારા અનેક સારા કાર્યો થઇ રહ્યા છે. મહિલાઓની વ્હારે પહોંચી જતી મહિલાઓની આ ટીમે ઉમરગામ વિસ્તારમાં વિખુટા પડેલા પ્રેમી જોડીનું મિલન કરાવી તેમને લગ્ન માટે તૈયાર કરી દીધા હતા.

181 અભયમ મહિલા પર ફોન આવ્યો હતો. તેમાં એક યુવતીએ જણાવ્યું કે, તેના પ્રેમીએ તેને ગર્ભવતી બનાવી તરછોડી દીધી છે. યુવક લગ્ન કરવાની ના પાડે છે અને અન્ય યુવતી સાથે સંબંધ ધરાવે છે. આ કિસ્સામાં યુવતી બળાત્કારની ફરિયાદ નોંધાવા તૈયાર થઇ હતી. ત્યારે આ કિસ્સામાં તેમણે યુવકે કાયદાની સમજ આપી તેમને ચેતવ્યા હતા અને પોલીસ ફરિયાદ થાય તો ભવિષ્ય બગડી જવાની વાત કરી હતી. તેમજ પ્રેમ કરી ગર્ભવતી બનાવનારને તરછોડાઇ નહી એવી સમજ અપતાં યુવક માની ગયો હતો અને અન્ય મહિલા સાથે સંબંધ તોડી પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો હતો.

(2:14 pm IST)