Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

મહેસાણા:કડીના થોળ રોડ નજીક કોટન ઈન્ડસ્ટ્રીઝમાંથી રૂની ગાંસડીઓ ખરીદી પૈસાની ચુકવણી કર્યા વગર ફરાર બે મહિલા સહીત પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મહેસાણા:કડીના થોળ રોડ પર આવેલ કોટન ઈન્ડસ્ટ્રીઝમાંથી રૂ.૨૨૪૮૮૧૯ની કિંમતની રૂની ૧૦૦ ગાંસડીઓ ખરીદ્યા બાદ પૈસા ચુકવવામાં ઠાગાઠૈયા કરીને છેતરપિંડી આચરનાર બે મહિલાો સહિત પાંચ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કડીના થોળ રોડ પર આવેલ શાન્તા કોટન મીલમાં છેલ્લા પાંચેક વર્ષથી કોટનની ગાંસડીઓની દલાલી કરતા વિજય ભટ્ટ નામનો શખસ દોઢેક વર્ષ પહેલા ધોળકામાં આવેલ સ્પીનીંગ મીલના વહિવટકર્તા પારૃલ હરેશ ત્રિવેદી, હરેશ પ્રમોદરાય ત્રિવેદી, જ્યોતિ હીરાભાઈ આહીર અને હીરાભાઈ બાવાભાઈ આહીરને લઈને આવ્યો હતો. અહીં શાન્તા કોટન ઈન્ડસ્ટ્રીઝના માલીક જનીન નારણભાઈ પટેલ સાથે વાતચીત કરી રૃની ગાંસડીઓ ખરીદવાનું કહ્યું હતું અને ૧૫ દિવસમાં તેના પૈસા ચુકવી દેવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ જુન ૨૦૧૯માં તે લોકો કડી આવ્યા હતા અને રૂ.૨૨૪૮૮૧૯ની કિંમતની કોટનની ૧૦૦ ગાંસડીઓ ખરીદ કરી હતી. જેના પૈસા ૧૫ દિવસમાં આરટીજીએસથી ચુકવી દેવાનું જણાવી ટ્રકમાં રૃનો જથ્થો લઈ ગયા હતા. પરંતુ તે પછી વાયદાની મુદત પુરી થવા છતાં પૈસા નહી આપતાં તેમણે ઉઘરાણી કરી હતી. જેથી રોજેરોજ બહાના બતાવવાનું શરૃ કરેલ જ્યારે દલાલ વિજય ભટ્ટે ઉઘરાણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આરોપીઓએ છેતરપિંડી આચરી હતી.

(5:17 pm IST)