Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમા વર્ષની પરીક્ષાના આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન ભરવાનું શરૂ : તમામ નિયમિત અને રીપીટર વિદ્યાર્થીઓને ફરજીયાત ઓનલાઇન ભરવા પડશે : જરૂરી વિગતો વેબસાઈટ પર મુકાઈ

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક શાળાના સંચાલકો,આચાર્ય , શિક્ષકો , વહીવટી કર્મચારીઓ, વાલીઓ,અને વિદ્યાર્થીઓને જણાવાયું છે કે ધોરણ-10 તથા સંસ્કૃત પ્રથમા વર્ષ 2021ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તા, 5-2-2021થી તા, 5-3-2021 ના રોજ રાત્રીના 12 કલાક સુધી બોર્ડની વેબસાઈટ gseb .org પરથી ભરી શકાશે,જેની તમામ સબંધિતોએ નોંધ લેવી, ધોરણ-10 તથા સંસ્કૃત પ્રથમાના તમામ નિયમિત અને રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે,જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ પર મુકાઈ છે

(7:10 pm IST)