Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સુરતમાં ભાજપના બે ઉમેદવારોના નામ ઉંમરને કારણે બદલાયા

લક્ષ્મણ બેલડિયાની જગ્યાએ નરેશ ધામેલિયા અને અનિતા દેસાઇના સ્થાને સોનલ દેસાઇને ટિકિટ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપે તમામ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. જોકે, સુરતમાં ભાજપના 2 ઉમેદવારના નામ બદલવામાં આવ્યા છે. ઉંમરના કારણે ભાજપના બે ઉમેદવારના નામ ઉંમરના કારણે બદલવામાં આવ્યા હતા

સુરતમાં ભાજપના 2 ઉમેદવારના નામ બદલવામાં આવ્યા છે. સુરતમાં લક્ષ્મણ બેલડિયાની જગ્યાએ નરેશ ધામેલિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અનિતા દેસાઇના સ્થાને સોનલ દેસાઇને ટિકિટ આપવામાં આવી છે. બન્ને ઉંમેદવારોની ઉંમર 60 વર્ષથી વધુ હોવાનું ધ્યાને આવતા તેમની ટિકિટ કાપવામાં આવી છે

(7:53 pm IST)