Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 425 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 267 પોઝિટિવ કેસ નોંધાયા:આજે વધુ એક દર્દીનું મોત : કુલ મૃત્યુઆંક 4393 થયો : કુલ 2,55,941 લોકોએ કોરોનાને હરાવ્યો : :આજે વધુ 33,642 લોકોને રસી અપાઈ : કુલ 4,53,161 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 44 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ, સુરત શહેરમાં 31, સુરત ગ્રામ્યમાં વધુ 5 કેસ, વડોદરા શહેરમાં 72, ગ્રામ્યમાં વધુ 10 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 24 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 07 કેસ : હાલમાં રાજ્યમાં 2641 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 267 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 425 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 267 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 425 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,55,941 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી વધુ  1 દર્દીનું મોત થયું છે રાજ્યમાં  મૃત્યુઆંક  4393 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,32 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે આજે 37,031  વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 4,90,192  વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

   રાજ્યમાં હાલ 2641 એક્ટિવ કેસ છે. જેમાંથી 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે, રાજ્યમાં આજે એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે આજે અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે  

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 275 પોઝિટિવ  કેસમાં અમદાવાદ શહેરમાં 44 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ, સુરત શહેરમાં 31, સુરત ગ્રામ્યમાં વધુ 5 કેસ, વડોદરા શહેરમાં 72, ગ્રામ્યમાં વધુ 10 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 24 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 07 કેસ નોંધાયા છે. તો પોરબંદર અને તાપીમાં ગત 24 કલાકમાં એકપણ કેસ નોંધાયો  નથી

રાજ્યમાં કોરોનાના કેસો

ગાંધીનગર, તા.૫ : ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આજે ૨૬૭ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

વડોદરા કોર્પોરેશન

૭૨

અમદાવાદ કોર્પોરેશન

૪૪

સુરત કોર્પોરેશન

૩૧

રાજકોટ કોર્પોરેશન

૨૪

વડોેદરા

૧૦

નર્મદા

રાજકોટ

જામનગર કોર્પોરેશન

કચ્છ

સુરત

આણંદ

ગાંધીનગર

જુનાગઢ

ભાવનગર કોર્પોરેશન

દાહોદ

ગાંધીનગર કોર્પોરેશન

ગીર સોમનાથ

ખેડા

મહેસાણા

મોરબી

સાબરકાંઠા

ભરુચ

ભાવનગર

જામનગર

મહીસાગર

નવસારી

પંચમહાલ

અમદાવાદ

અમરેલી

અરવલ્લી

છોટાઉદેપુર

જુનાગઢ કોર્પોરેશન

પાટણ

સુરેન્દ્રનગર

કુલ

૨૬૭

(8:50 pm IST)