Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

માર્ગ સુરક્ષા માસની ઉજવણી સંદર્ભે રાજપીપળા એસટી ડેપોખાતે રક્તદાન કેમ્પ યોજાયો : સ્ટાફ અને મુસાફરો એ રકદાન કર્યું

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : હાલ સમગ્ર રાજ્યમાં માર્ગ સુરક્ષા માસની ઉજવણી થઈ રહી હોય જેમાં નર્મદા જિલ્લામાં લગભગ દરેક સરકારી વિભાગો કાર્યક્રમો કરી રહ્યા છે જેમાં આજે રાજપીપળા એસટી ડેપો ખાતે પણ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજની રકદાન શિબિરમાં એસટી ડેપો મેનેજર પી.પી. ધામાના માર્ગદર્શન હેઠળ રેડ ક્રોસ બ્લડ બેંક રાજપીપળાની ટિમ દ્વારા બ્લડ કલેકશન કરવામાં આવ્યું હતું જેમાં રાજપીપળા એસટી ડેપો સ્ટાફ સહિત કેટલાક મુસાફરોએ પણ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

(10:50 pm IST)