Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ભાજપ અમારા કારણે ભયમાં, હું ખેડૂતોનો ડર દૂર કરવા આવ્‍યો છું, ગાંધીનગરને ઘેરાવ કરીશુ અને આંદોલન ઉગ્ર બનાવીશુઃ ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ ગાંધી આશ્રમે પત્રકાર પરિષદ સંબોધી

અમદાવાદ: ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેમણે અમદાવાદથી યાત્રા શરૂ કરીને આણંદ, વડોદરા અને ભરૂચ પહોંચ્યા હતા. રાકેશ ટિકૈતે અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીઆશ્રમ ખાતે પત્રકાર પરિષદ યોજીને રાકેશ ટિકૈતે ગુજરાત સમાજ મુખ્ય ધારામાં પ્રવેશશે એવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ ગુજરાતનો ખેડૂત 15 વર્ષથી ભયમાં હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડૂત આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે.

ખેડૂત નેતાએ મીડિયા સામે જણાવ્યું કે, ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ તે જ રીતે દેશમાં પણ છીનવાઈ રહી છે. ગુજરાતના ખેડૂતોને અનેક સમસ્યાઓ હોવાનું પણ ટિકૈતે જણાવ્યું. તેમણે કહ્યું કે, ખેડૂતોનો ડર દૂર કરવા હું આવ્યો છું. ઘેરાવથી જ ગુજરાતનો ખેડૂત જાગૃત થશે. જો બધા સાથે ન ઉભા રહ્યા હોત તો આજે ખેડૂતોએ જેલમાં જવાનો વારો આવ્યો હોત. ભાજપ અમારા કારણે ભયમાં છે. અમારું આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે. અમારા ધરણા શાંતિથી ચાલી રહ્યાં છે.  ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ એ રીતે દેશમાં પણ છીનવાઈ રહી છે. ગુજરાતના ખેડૂતોને અનેક સમસ્યા પણ તેમની પાસે જબરદસ્તીથી ખોટું બોલાવાય છે. હું ખેડૂતોનો ડર દૂર કરવા આવ્યો છું. ગાંધીનગરને ઘેરાવ કરીશું અને આંદોલન ઉગ્ર બનાવીશું. ઘેરાવથી જ ગુજરાતનો ખેડૂત જાગૃત થશે. જો ગુજરાતના ખેડૂત સદ્ધર હોય તો મારી સાથે મુલાકાત કરાવો. અહીં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો મુશ્કેલીમાં છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનાર ખેડૂતો પર કંપનીઓએ કેસ કર્યા હતા. જો બધા સાથે ન ઉભા રહ્યા હોત તો આજે ખેડૂતોએ જેલમાં જવાનો વારો આવત. તો સાથે જ ટિકૈતે કહ્યું કે, જ્યા ચૂંટણી હોય ત્યાં કોરોના નથી હોતો, કોરોનાથી આંદોલનને ફરક નહિ પડે.

અમદાવાદ બાદ રાકેશ ટિકૈત સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ પહોંચ્યા હતા. તેઓ ટ્રેક્ટરમાં સરદાર પટેલના જન્મસ્થળના ઘરે પહોંચ્યા હતા. રેલી યોજીને ‘જય જવાન જય કિસાન’ ના નારા લગાવીને રાકેશ ટિકૈતનો કાફલો કરમસદ પહોંચ્યો હતો. જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.

તો વડોદરાની મુલાકાત સમયે રાકેશ ટીકૈતે કહ્યું કે, કંપનીઓ સરકાર ચલાવે છે. દિલ્હી બોર્ડરથી ખેડૂતો પરત ફરવાના નથી. સરકારે ત્રણ કાયદા પરત લેવા પડશે. ગુજરાતના ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે. ગુજરાતના ખેડૂતોએ પણ ટ્રેક્ટર આંદોલન કરવું પડશે. આ આંદોલન ખેડૂતની આઝાદીનું આંદોલન છે. તો વિદ્યાનગર ખાતે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની પ્રતિમાને તેમણે સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કૉંગ્રેસે ટિકૈતની આ ગુજરાત મુલાકાતનું સમર્થન કર્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ ટિકૈતનું સ્વાગત કર્યું હતું.

(5:54 pm IST)