Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મોડાસા:મોડાસાની સોમપુર ચોક્ડી નજીક કાર-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોએ ઘટનાસ્થળેજ દમ તોડતાં અરેરાટી

મોડાસા:મોડાસા-માલપુર માર્ગની સોમપુર ચોકડી પરથી પસાર થઈ રહેલ કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના ઘટના સ્થળે કરૂણ મોત નીપજયા હતા.જયારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ એક યુવકને મોડાસા ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. કાર ચાલક અકસ્માત બાદ કાર ઘટના સ્થળે મૂકી ભાગી છુટયો હતો.જયારે અકસ્માતને પગલે માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મેઘરજ તાલુકાના રેલ્યો ગામના યુવકો કોઈ કામ સારૂ વાયા ટીસ્કી થઈ ટુણાદર જવા પોતાની બાઈક ઉપર સવાર થઈ રવિવારે બપોરે નીકળ્યા હતા. દરમ્યા આ બાઈક પર સવાર યુવાનો મોડાસા-માલપુર રોડની સોમપુર ચોકડી પર થી પસાર થઈ રહયા હતા. ત્યારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈક ચાલક સહિત સવાર યુવકો માર્ગ ઉપર ધડાકાભેર પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે માથા અને શરીરના ભાગે ઘવાયેલ રાંમાભાઈ  હાથીભાઈ રાઠોડ રહે. રેલ્યો,તા.મેઘરજ અને વાલાભાઈ ભાથીભાઈ બારીયા રહે.માનવાવ,તા.માલપુર નાઓનું અકસ્માતમાં મોત નીપજયું હતુ. આભાભાઈ કનુભાઈ રાઠોડ રહે. રેલ્યો ને ગંભીર ઈજાઓ પહોંચતાં મોડાસા સારવાર અર્થે ખસેડાયો હતો. કાર ચાલક અકસ્માત બાદ કાર ઘટના સ્થળે છોડી ભાગી ગયો હોવાનું ઘટના સ્થળે એકઠા થયેલ લોકોએ જણાવ્યું હતું.અકસ્માતને પગલે માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(6:14 pm IST)