Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈન : વિડિઓ વાયરલ

વીડિયોમાં 60 જેટલા લોકોનું અંતિમ સંસ્કાર દરેક મૃતકનું કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરાયા !

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતા તંત્ર ચિંત હરકતમાં જોવા મળી રહ્યું છે. જો કે, સુરત અને અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના અશ્વિની કુમાર સ્મશાનગૃહનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મૃતકોના અંતિમ સંસ્કાર માટે લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે અને કોરોના પ્રોટોકોલથી અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, છેલ્લા 24 કલાકમાં સુરતમાં 8 લોકોના મોત થયા છે પરતું 60થી વધારે મૃતદેહનો કોરોના પ્રોટોકોલથી અંતિમસંસ્કાર કેમ કરવામાં આવી રહ્યો છે?

સુરત શહેરમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી 600થી વધારે કેસ સામે આવી રહ્યા છે જેથી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં અશ્વિની કુમાર સ્મશાનગૃહનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોના કારણે હાલ લોકોમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. ગતરોજ કોરોના વાયરસના કારણે સુરતમાં 8 લોકોના મોત થયા હતા અને આ વીડિયોમાં 60 જેટલા લોકોનું અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યું છે અને દરેક મૃતકનું કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો પરથી લોકોમાં પ્રશ્ન હવે એ ઉભો થાય છે કે શું સરકાર દ્વારા મૃતકોના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે?

ગત રોજ મનપાએ માત્ર 8 લોકોનાં કોરોનાથી મોત થયાનું દર્શાવ્યું છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના દર્દીઓ પણ સુરત સિવિલમાં સારવાર લેવા પહોંચતાં સ્થિતિ વધુ દયનીય બની છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર એક મિનિટે બે કોરોના સંક્રમિત દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી રહ્યા છે. સુરત શહેરમાં ચારેતરફ 108નો ધમધમાટ સંભળાઈ રહ્યો છે.

જો કે, હાલ સુરતમાં કોરોના વાયરસની સ્થિતિ ઘણી ચિંતાજનક જોવા મળી રહી છે. દરરોજના જે રીતે કેસો સામે આવી રહ્યા છે તેનાથી લોકોને હાલ સાવચેતી રાખવા માટેની જરુર છે. આજ પ્રકારની સ્થિતિ હશે તો આગામી એક સપ્તાહમાં શહેરમાં લાશોના ઢગલા જોવા મળી શકે છે. જે વહીવટીતંત્ર માટે મોટો પડકાર ઉભો કરશે. હાલ અત્યારે પણ શબવાહિનીઓ અને એમ્બ્યુલન્સ કલાકો સુધી સ્મશાન ગૃહની બહાર લાંબી કતારમાં જોવા મળી રહી છે.

(8:13 pm IST)