Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીના નામે ઇન્જેકશન મંગાવાતા હતા પરંતુ દર્દીને અપાતા ન હતાઃ સાંઇદીપ હોસ્પિટલમાં ડમી ગ્રાહક મોકલીને કૌભાંડનો પર્દાફાશ

સુરત: સુરતમાં નકલી રેમડેસિવિર અને ઈન્જેક્શન ની કાળાબજોરીએ હાહાકાર મચાવ્યો છે. એક પછી એક કૌભાંડો ખૂલી રહ્યાં છે. ત્યારે હવે કાળાબજોરીનું વધુ એક કૌભાંડ ખૂલ્યું છે. પોલીસે સુરતની સાંઈદીપ હોસ્પિટલમાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે.

સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજોરી સામે આવી છે. સાંઈદીપ હોસ્પિટલના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ભેસ્તાનમા આવેલી આ હોસ્પિટલમાં ચાલતા કાળાબજોરીના ખેલનો પર્દાફાશ થયો છે. પોલીસે હોસ્પિટલમાં ડમી ગ્રાહક મોકલી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીના નામે ઈન્જેક્શન મંગાવ્યા હતા. પરંતુ સાંઈદીપ હોસ્પિટલમાં દાખલ દર્દીને ઈન્જેક્શન આપવામાં આવ્યુ ન હતું. હોસ્પિટલે દર્દીને ઈન્જેક્શન ન આપીને પોતાની પાસે ઈન્જેક્શન રાખ્યું હતું. ત્યારે હોસ્પિટલમાંથી 8 રેમડેસિવિર ઇન્જેક્શન પોલીસે કબજે કર્યા છે.

સાથે જ પોલીસ પૂછપરછમાં ખૂલ્યું કે, 1300 રૂપિયાની કિંમતનું રેમડેસિવિર ઇન્જેક્શન હોસ્પિટલ દ્વારા 18 હજોર રૂપિયામાં વેચવામાં આવતુ હતું. ખટોદરા પોલીસે હોસ્પિટલમાંથી ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાંથી તાજેતરમાં જ નકલી રેમડેસિવિરનું મસમોટું કૌભાંડ પકડાયુ છે. સુરતના ઓલપાડના પિંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસિવિર બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને મોટા જથ્થાનો કબ્જો લીધો હતો. મોરબીમાંથી નકલી રેમડેસિવિર ઇંજેક્શન પકડ્યા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના એક ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્યાં દરોડો પાડ્યો તો, નકલી રેમડેસિવિર ઇંજેક્શન બનાવવાનું કારખાનું જ મળી આવ્યું હતું. ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા. પોલીસે મોટી માત્રામાં નકલી ઇંજેક્શનનો જથ્થો, સ્ટીકર, બોટલો, ગ્લુકોઝ પાવડરની બેગો અને કાર, મોબાઈલ, ફોન, લેપટોપ, વજન કાંટા મળી કુલ રૂપિયા 2.73 કરોડ કબ્જે લીધા હતા.

(4:55 pm IST)
  • આજ સાંજ સુધીમાં દિલ્હીમાં ૨૦૯૬૦ નવા કેસ નોધાયા : ૧૯૨૦૯ સાજા થયા અને ૩૧૧ મૃત્યુ થયા access_time 6:31 pm IST

  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST

  • મહારાષ્ટ્રમાં મોડી સાંજ સુધીમાં ૫૭ હજારથી વધુ નવા કેસ નોંધાયા મુંબઈમાં પણ થોડા કેસ વધ્યા છે મોડી સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાં ૫૭૬૪૦ નવા કોરોના કેસ નોંધાયા છે, તો મુંબઈમાં ૩૮૭૯ નવા કેસ થયા ૩૬૮૬ સાજા થયા અને ૨૪ કલાકમાં ૭૭ મૃત્યુ નોંધાયા છે: જ્યારે મહારાષ્ટ્રમાં ૫૭૦૦૬ સાજા થતા ડીસ્ચાર્જ કરાયા અને ૯૨૦ મૃત્યુ નોંધાયા છે access_time 9:33 pm IST