Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

વટવામાં ગર્લફ્રેન્ડને ફેરવવા યુવકે અનેક એક્ટિવા ચોર્યા

વટવા જીઆઇડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી : બે મહિનાની મહેનત બાદ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે એક્ટિવા ચોરની રંગેહાથ ધરપકડ કરી છે

અમદાવાદ,તા. :  ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા અને અલગ અલગ એક્ટિવા પર ફેરવવા માટે એક્ટિવા ચોરતો યુવક આખરે પોલીસ ગિરફતમાં આવી ગયો છે. આરોપી તેની ગર્લફ્રેન્ડને ચોરેલા એક્ટીવા પર ફરવા લઇ જાય પછી એક્ટિવાને  બીનવારસી મૂકી દેતો હતો. વટવા જીઆઇડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી અનેક ગુનાનો ભેદ ઉકેલતા આરોપીએ ઉંમર કરતા વધારે વાહનો ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. કોઇ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચોરી કરે તો કોઇ નશો કરવા માટે ચોરી કરે.

પરંતુ વટવા જીઆઇડીસી પોલીસના હાથે એક એવો ચોર ઝડપાયો જે ગર્લ ફ્રેન્ડને ઇમપ્રેસ કર બે મહિનાની મહેનત બાદ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે એક્ટીવા ચોરની રંગે હાથ ધરપકડ કરી છે.વા માટે ચોરીના રવાડે ચઢી ગયો છે. ચોરેલા એક્ટીવામાં ગર્લફ્રેન્ડને બેસાડીને અલગ અલગ જગ્યા પર ફરવા લઇ જતો હતો અને જ્યારે તે ઘરે જતી રહે તો ચોરેલા એક્ટીવાને બીનવારસી મકી દેતો હતો. વટવા જીઆઇડીસી વિસ્તારમાં એક્ટીવાની ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યુ હતું ત્યારે પોલીસે ચોરને પકડવા માટે એડીચોટીનું જોર લાગવી દીધુ હતું. બે મહિનાની મહેનત બાદ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે એક્ટીવા ચોરની રંગે હાથ ધરપકડ કરી છે.

વટવા જીઆઇડીસી પોલીસે મુળ યુપીનો અને બાપુનગર વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષિય અસ્લમ ઉર્ફે છોટુ અહેમદ શેખની આઠ ચોરીના એક્ટીવા સાથે ધરપકડ કરી છે. અસ્લમની જેટલી ઉમર થઇ છે તેના કરતા વધુ તો તેણે એક્ટીવાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. અસ્લમે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે, તે એક કારખાનામાં નોકરી કરે છે અને તે પોતાની ગલફ્રેન્ડની ઇમ્પ્રેસ કરવા માટે એક્ટીવાની ચોરી કરે છે. ગલફ્રેન્ડ મળવા માટે આવે ત્યારે તે એક્ટીવા ચોરી કરતો હતો અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર ફેરવીને જ્યારે તે પરત ઘરે જાય ત્યારબાદ એક્ટીવાને બીનવારસી મુકી દેતો હતો.

પોલીસ સમક્ષ તેને ૧૫ કરતા વધુ એક્ટીવા ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જેમાંથી પોલીસે આઠ એક્ટીવા રીકવર કર્યા છે. એક્ટિવા માં જૂની ચાવી લાગી જતી હોવાથી તે એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઈ જાય એટલે બિનવારસી મૂકી દેતો હતો.

(9:45 pm IST)
  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST

  • પશ્ચિમ બંગાળનું સુકાન ત્રીજી વખત સંભાળતા મમતા બેનર્જી.. આજે સવારે તેમણે મુખ્યમંત્રીપદના સોગંદ લીધા તે સમયની તસવીર access_time 11:08 am IST

  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST