Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વાવાઝોડા બાદ ૭૫ ગામમાં હજી પણ લાઈટ નથી આવી

વાવાઝોડાને ગયે ૧૭ દિવસો થઈ ગયા : વાવાઝોડામાં ૧૦ હજાર કરતા વધુ ગામને અસર થઈ હતી જેમાં હવે માત્ર ૭૦-૭૫ ગામ બાકી છે : ઉર્જા મંત્રી સૌરભ પટેલ

ગાંધીનગર,તા. : ૧૭ મેના રોજ ગુજરાતમાં આવ્યું અને ૧૮ તારીખે પાછું ગયું. તૌકતે વાવઝોડાને પસાર થઈને ૧૭ થી વધુ દિવસો થઈ ગયા છે. તેમ છતાં હજી પણ ૭૦-૭૫ ગામડાઓમા લાઈટો નથી આવી. વાત ખુદ ઉર્જા મંત્રી સૌરભ પટેલે સ્વીકારી છેઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, વાવાઝોડામાં ૧૦ હજાર કરતા વધુ ગામડાઓને અસર થઈ હતી. જેમાં હવે માત્ર ૭૦-૭૫ ગામ બાકી છે. સાથે તેમણે ૧૫ તારીખ સુધીમા ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના ચાર તાલુકા બાદ કરતા બધે કૃષિ જોડાણ ચાલુ કરવાનો દાવો કર્યો છે. ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં પણ ૧૭ દિવસો બાદ પણ બદલાહી છે. વાવાઝોડાની અસરને પગલે ૧૦,૪૭૪ ગામોમાં વીજળી ડુલ થઈ હતીતાજેતરમાં એક નિવેદનમાં સરકારે કહ્યું હતું કે, વાવાઝોડું ગયા બાદ ૨૦ મેના રોજથી કામ શરૂ થયું હતું. તમામ રસ્તા બંધ હતા, ને ચાલુ થઈ ગયા છે. કોઈ રસ્તો કે કોઈ કામ ડિસ્કનેક્ટ નથી. ત્રણ દિવસમાં તમામ રસ્તાઓ ચોખ્ખા કરી દીધા હતા. સૌથી મોટું નુકસાન ઊર્જા વિભાગને થયું છે. થાંભલાઓ પડી ગયા છે વિશે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, સમગ્ર ગુજરાત કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયમાં ગત ૧૭- ૧૮ તારીખે વાવાઝોડામાં મોટા પ્રમાણે ગુજરાતને નુકસાન થયું છે. લોકોને જે સહાય મળવી જોઈએ, વીજળી અને પાણીની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ તેવી વ્યવસ્થા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

(10:05 pm IST)