Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૬ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૭૩ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં વડ ફળિયા ૦૧ તથા નાદોદ તાલુકામાં ભદામ ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં કેવડિયા ૦૪ કેસ સાથે જિલ્લામાં કુલ ૦૬ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૨ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૩૧ દર્દી દાખલ છે. આજે ૨૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૧૮૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૭૩ પર પહોચ્યો છે.આજે વધુ ૧૨૨૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:39 pm IST)