Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

કોરોનાનો માર.. કર્મકાંડી ભૂદેવોની પણ આર્થિક સ્થિતી કથળી

મહામારીના એક વર્ષમાં સુરતના ૭ હજાર કર્મકાંડી બ્રાહ્મણોની આજીવિકા ઉપર પ્રતિકૂળ અસર જોવા મળી

નવી દિલ્હી,તા. ૫: કોરોના મહામારીના વીતેલા એક વર્ષમાં વેપાર-રોજગાર ઘટતા જનજીવન અસરગસ્ત થયું છે. સામાન્ય વર્ગના હજારો પરિવારોની આવકનું માધ્યમ અને સ્તરમાં બદલાવ જોવા મળ્યો છે. એટલું જ નહીં, કોરોના અને લોકડાઉનના ઊહાપોહ વચ્ચે મહામારીના એક વર્ષમાં ભગવાનને ભજતા ભૂદેવો પણ ભીંસમાં મુકાયા છે. હાલમાં બીજી લહેરની ભયાનકતા ભલે ઓછી થઈ હોય, પરંતુ પંડિત-પૂજારીઓની આર્થિક સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. જયારે એક વર્ષમાં સુરતના ૭ હજાર કર્મકાંડી બાહ્મણોની આજીવિકા અસરગસ્ત થઇ છે.

ભૂમિ પર દેવનું સ્થાન-બિરૂદ પામેલા કર્મકાંડી બ્રાહ્મણોને ભૂદેવ નામથી સન્માનિત કરવામાં આવ્યા છે. લગ્ન, મુહૂર્ત, વાસ્તુ પૂજા હોય, ધાર્મિક પર્વો, પ્રસંગો હોય ત્યારે કર્મકાંડી બાહ્મણો દ્વારા વિવિધ ક્રિયા, અનુષ્ઠાન સાથે ભગવાનની આરાધના કરાવવામાં આવે છે. દરેક શુભ કાર્યના આરંભે સમાજના ગૌર મહારાજ, કુળગુરૂની હાજરીનું પણ આગવું મહત્ત્વ છે. આ સાથે જ અશુભ પ્રસંગોમાં ઉત્ત્।રક્રિયાથી માંડીને પિતૃદોષ નિવારણ સહિતની ક્રિયાવિધિ કર્મકાંડી બ્રાહ્મણોની હાજરીમાં કરવાની પરંપરા ચાલી આવે છે.

જોકે, કોરોનાના કપરા કાળમાં વિવિધ નિયંત્રણોને કારણે લગ્ન સહિતના શુભ કાર્યોની સંખ્યા ઘટવાની સાથે જ પૂજા- વિધિ પણ ઘટી છે. જયારે અશુભ પ્રસંગોમાં ઉત્ત્।રક્રિયા, બારમું, તેરમું, નાની શ્રાદ્ઘ, પિતૃકાર્યની ક્રિયા-વિધિ પણઘટી છે. જયારે સામાન્ય દિવસોમાં ચાલતી કથા, રૂદ્રી નિવારણ પૂજા, જપ-તપ, અનુષ્ઠાન, હોમ-હવન ઘટ્યા હોય કર્મકાંડી બ્રાહ્મણો ભીંસમાં મુકાયા છે.

શ્રાવણ, આસો, ચૈત્રમાં પરિવારને મળતો પૂજાનો લાભ ઘટ્યો

વિવિધ મંદિરોમાં વર્ષોથી પેઢી પરંપરા યાલે છે. જેમા દાયકાઓથી ચાલતી વારસાઇ પ્રમાણે દર વર્ષે જુદા જુદા પરિવારને પુજા- વિધિનો લાભ મળે છે. તેમાં ખાસ કરીને શ્રાવણ મહિનો. સૈત્ર નવરાત્રી. આસો નવરાત્રી. અધીક મહિનો જેવા પવિત્ર અવસર. પર્વોમાં એક પરિવારને પાંચથી ૧૦ વર્ષ પછી પૂજા-વિધિનો લાભ મળે છે. જોકે. આખા વર્ષ દરમિયાન મુખ્ય પર્વો. પ્રસંગો વેળાએ મંદિરોમાં બંધ પાળવામાં આવ્યો હોય કે પછી કોરોના નિયંત્રણો નડ્યા હોય શ્રદ્ઘાળુઓની સંખ્યા ઘટતા આર્થિક નુકસાન થયું છે. સુરતમાં હાલની ઘડીએ કમંકાંડ સાથે સંકળાયેલા ૭ હજાર જેટલા બ્રાહ્મણો, ભૂદેવોને આજીવિકા પર ૭૦ ટકાનો કાપ મુકાયો છે દરમિયાન ઘણા યુવા બ્રાહ્મણોએ તો અન્ય વેપાર-રોજગારમાં નસીબ અજમાવવાનું મુનાસીબ માન્યું છે. જયારે ઘણા નાના મંદિરોમાં તો આજે પણ પુજારીનો પગાર કરવામા મુશ્કેલીઓ નડી રહી હોવાનો મત અગ્રણી ભૂદેવો આપી રહ્યા છે.

કોરોના મહામારી એક વર્ષમાં આર્થિક રીતે મોટુ નુકસાન

કોરોના મહામારી અને સમયાતરે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે કર્મકાંડ સાથે જોડાયેલા બ્રાહ્મણોને માઠી અસર થઇ છે. ચૈત્ર, આસો નવરાત્રી, શ્રાવણ માસમાં પુજા-વિધિ સદંતર બંધ રહ્યા હતા. લગ્નપ્રસંગો પણ અટવાયા હતા. એવામાં સુરતમાં ૭ હજાર જેટલા કર્મકાંડી બ્રાહ્મણોને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. -વિપુલ વ્યાસ

લોકડાઉન બાદ મંદિરો ચલાવવાનો ખર્ચ કાઢવો મુશ્કેલ

દોઢ વર્ષમાં કમંકાડી બ્રાહ્મણોની આજીવિકાને મોટી અસર થઇ છે. હાલ તો મંદિર યલાવવાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ સાબિત થયું છે. જપ-તપ, અનુષ્ઠાન, ધાર્મિક કાર્યક્રમો થઇ શકયા નથી. એવામાં બ્રાહાણોનું માનવું છે કે, મંદિર ખુલ્લા હોય તો માનસિક શાંતિ મળી રહે છે. લોકોમાં નેગેટિવિટી પણ દૂર થશે. -નીતિન મહેતા

પૂજારીઓના પગારમાં ૭૦ ટકાનો કાપ મૂકી દેવાયો

સરકારના આદેશ પ્રમાણે મંદિરો બંધ છે ત્યારે નાના મંદિરોમાં આજીવિકા મેળવતા બ્રાહ્મણોના પગારમાં ૭૦ ટકાનો કાપ મુકાયો છે. શુભ પ્રસંગો અટવાતા મુશ્કેલી ઊભી થઇ છે. મૃતક કોરોના દર્દીની ઉત્ત્।રક્રિયા પણ કરાવતા નથી. એવામાં સુદામા જેવી હાલતમાં પહોંચેલા બ્રાહ્મણો કૃષ્ણ જેવા તારણહારને શોધે છે. -પીયૂષાનંદજી

(10:39 am IST)